અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં ઘણી વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે, ક્યારેક નિખિલ જૈન સાથેના લગ્નને ગેરકાયદે ગણાવે છે, પછી ગર્ભાવસ્થાની જાહેરાત કરે છે. પછી માતા બનવાના સમાચાર અને બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે અફેર. જણાવી દઈએ કે, 26 ઓગસ્ટના રોજ નુસરતે પુત્ર ઈશાનને જન્મ આપ્યો હતો. આ પછી, જન્મ પ્રમાણપત્રએ પુષ્ટિ કરી કે બાળક યશનું છે. જોકે નુસરતે લગ્ન વિશે ક્યારેય કોઈ ખુલાસો કર્યો ન હતો, પરંતુ હવે એક પોસ્ટમાં ખુલાસો થયો છે કે નુસરત અને યશના લગ્ન થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો :તાપસી પન્નુ અને ફિલ્મ રશ્મિ રોકેટની ટીમ નવરાત્રી ઉજવવા આવશે અમદાવાદ
તાજેતરમાં જ નુસરત જહાંએ યશ દાસગુપ્તાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં બે તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં બર્થડે કેક હતો અને બીજી તસવીરમાં તે પોતે યશ સાથે બેઠા હતા. આ કેક પર ઉપર મોટા અક્ષરે Y D લખવામાં આવ્યુ હતું, જ્યારે નીચે એક લેયરમાં હસબન્ડ અને બીજા લેયરમાં ડેડ લખેલુ હતું. સૌથી નીચે હેપ્પી બર્થ ડે લખેલુ હતું. બીજી તસવીરની સાથે નુસરત જહાંએ લખ્યું છે કે, હેપ્પી બર્થડે માય લવ. આ સાથે જ તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યુ હતું. આ તસવીરો જોઈને ચર્ચા થઈ રહી છે કે તેમણે લગ્ન કરી લીધા હશે, તો જ નુસરત જહાંએ યશ માટે હસબન્ડ અને ડેડ શબ્દનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચો :અક્ષય કુમારે પૂર્ણ કર્યું ફિલ્મ રક્ષાબંધનનું શૂટિંગ, જાણો ક્યારે થશે રિલીઝ
યશ દાસગુપ્તાનો જન્મદિવસ 10 ઓક્ટોબરે હતો. આ પ્રસંગે નુસરતે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.
નુસરત જહાંએ 19 જૂન 2019ના રોજ કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તુર્કીના ઈસ્લાન્બુલમાં થયા હતા. લગ્ન પહેલા હિન્દુ રિવાજ અનુસાર કવરવામાં આવ્યા હતા અને પછી ખ્રિસ્તી રિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા. લગ્નના દોઢ મહિના પછી નુસરત અને નિખિલ હનીમૂન માટે ગયા હતા. ત્યારપછી નુસરત જહાંએ દાવો કર્યો હતો કે, તુર્કી મેરેજ રેગ્યુલેશન અનુસાર આ લગ્ન અમાન્ય છે. આ સિવાય, બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હોવાને કારણે ભારતમાં તેને સત્તાવાર માન્યતા અપાવવાની જરુર હતી, જે પ્રક્રિયા કરવામાં આવી નથી. કોર્ટ લૉ અનુસાર, આ એક લગ્ન નહીં પણ રિલેશનશિપ અથવા લિવ-ઈન છે.
આ પણ વાંચો :અનુજ કાપડિયા સાથે અનુપમાએ પ્લેનમાં કર્યો રોમેન્ટિક ડાન્સ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો
નુસરત જહાંએ પોતાના દીકરાના બર્થ સર્ટિફિકેટમાં નામ યીશાન જે. દાસગુપ્તા લખાવ્યું છે. બાળકના પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખાવવામાં આવ્યું છે, જે અભિનેતા યશ દાસગુપ્તાનું અસલી નામ છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ યશ દાસગુપ્તા સતત નુસરત જહાંની સાથે હતા અને તેમનું ધ્યાન રાખતા હતા. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે અને ડિસ્ચાર્જ વખતે પણ યશ દાસગુપ્તા નુસરત જહાંની સાથે હતા.
જૂન 2021માં નુસરત જહાંની પ્રેગ્નેન્સીની ખબર સામે આવી હતી. તે દરમિયાન પતિ નિખિલ જૈને કહ્યુ હતું કે, તે લાંબા સમયથી પત્નીથી અલગ રહે છે અને આ બાળકના પિતા તે નથી.
આ પણ વાંચો :જ્યારે શાહરૂખ ખાને તેના મોટા પુત્ર આર્યનનું નામકરણ કરવા પાછળની કહાની કહી હતી
