Bollywood/ બર્થ ડે પર કરીના કપૂરે નણંદ સોહાની સાદગીના આ રીતે કર્યા વખાણ..

કુણાલ ખેમૂએ સોશિયલ મીડિયા પર સોહા અલી ખાન સાથેની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મારી શનશાઈન’. કુણાલ ખેમૂએ શેર કરેલી તસવીરોમાંથી પહેલી તસવીરમાં સોહા અને કુણાલને વીડિયો કોલ સેશન કરતા જોઈ શકાય છે

Entertainment

આજે બોલિવુડ એક્ટ્રેસ સોહા અલી ખાનનો બર્થ ડે છે અને સોશિયલ મીડિયા પર તેને પરિવારના સભ્યો, ફ્રેન્ડ્સ તેમજ ફેન્સ તરફથી શુભેચ્છા મળી રહી છે. સોહા અલી ખાનનો પતિ કુણાલ ખેમૂ હાલ ઘરથી દૂર છે ત્યારે તેણે વીડિયો કોલ કરીને બર્થ ડે ગર્લને વિશ કર્યું હતું.

https://www.instagram.com/p/CUltLaRBcU1/?utm_source=ig_embed&ig_rid=fc469be3-4b7b-44b9-98e4-4d643d670059

કુણાલ ખેમૂએ સોશિયલ મીડિયા પર સોહા અલી ખાન સાથેની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મારી શનશાઈન’. કુણાલ ખેમૂએ શેર કરેલી તસવીરોમાંથી પહેલી તસવીરમાં સોહા અને કુણાલને વીડિયો કોલ સેશન કરતા જોઈ શકાઈ છે. બીજી તસવીરમાં, હેપ્પી કપલ કાર રાઈડ દરમિયાન પોઝ આપી રહ્યા છે, ત્રીજી તસવીર એલિવેટરની છે. અંતિમ તસવીરમાં બંને સ્માઈલ આપતા જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/CUmFQcjo95W/?utm_source=ig_embed&ig_rid=a94b49d8-8821-4466-869a-f1c27b7235e5

રીના કપૂરે પણ નણંદ સોહાને બર્થ ડે પર વિશ કર્યું છે. તેણે સોહા અને કુણાલના લગ્ન દરમિયાનની થ્રોબેક તસવીર શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે ‘પહેલીવાર તેની સાથે માલદીવ્સના વેકેશન પર ગઈ ત્યારથી, જ્યાં મેં તેને પાણી ભરેલા ગ્લાસમાં ચિકન સાફ કરતી જોઈ હતી (મસાલો દૂર કરવા માતે) અને તેણે તે ખાધુ હતું.ત્યારે મને જાણ થઈ હતી કે તે કૂલ મહિલા છે.અને ત્યારથી તને જાણવી તે મારા માટે સૌભાગ્યની વાત છે.હેપ્પી બર્થ ડે નણંદ..હંમેશા ખૂબ બધો પ્રેમ…  મને લાગે છે કે આપણે આ તસવીરમાં અદ્દભુત લાગીએ છીએ અને તેથી તે હવે ઈન્સ્ટાગ્રામ પર છે.

https://www.instagram.com/p/CUlxIiTo607/?utm_source=ig_embed&ig_rid=d271bbe7-b93d-47d5-b5c2-5d103094e7da

સબા અલી ખાને ઈનાયાની બર્થ ડે પાર્ટી દરમિયાનની તસવીરો શેર કરી છે. આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મારી ડાર્લિંગ સિસ્ટર…હંમેશા ચમકતી રહે અને મને તારા પર ગર્વ છે. કયો એન્ગલ આપણા માટે સાચો છે તે ખબર નથી પરંતુ હંમેશા તારી સાથે રહીશ. લવ યુ’.