Not Set/ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટમાં એકનું મોત, 13 ઘાયલ

બુધવારે બપોરે ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આખરે તે કેવો બ્લાસ્ટ છે

Top Stories India
kashmir

બુધવારે બપોરે ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આખરે તે કેવો બ્લાસ્ટ છે તે જાણવાના પ્રયાસો ચાલુ છે. તે જ સમયે, પોલીસ આ વિસ્ફોટની આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 13 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો:ઝેલેન્સકીની પત્નીનો પુતિન પર હુમલો, કહ્યું ‘ના હાર માની છે, ના શસ્ત્રો મુકીશું’

શેરીમાં ધડાકો!

રિપોર્ટ અનુસાર, માર્કેટમાં આ બ્લાસ્ટ બુધવારે બપોરે થયો છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને ગભરાટ ફેલાયો હતો. નજીકના લોકો અને પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસના લોકો પાસેથી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ એક શાકભાજી વિક્રેતાની ગલીમાં થયો હતો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ આ વિસ્ફોટની માહિતી આપી છે. તે ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. પોલીસ અને વહીવટીતંત્રને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શ્રીનગરના માર્કેટમાં 3 દિવસ પહેલા બ્લાસ્ટ થયો હતો

આપને જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા, શ્રીનગરના અમીરાકદલ વિસ્તારના રવિવાર બજારમાં રવિવારે સાંજે (6 માર્ચ) આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા અને 23 ઘાયલ થયા હતા. જેમાં એક પોલીસકર્મી અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે. તે દિવસે સાંજે, આતંકવાદીઓએ અમીરાકદલ વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો.

આ પણ વાંચો: છત્તીસગઢમાં સરકારી કર્મચારીઓને બજેટમાં મોટી ભેટ, જૂની પેન્શન યોજના લાગુ થશે

આ પણ વાંચો: 15માં રાઉન્ડની વાતચીતમાં શું ઉકેલાશે ભારત-ચીનના વિવાદાસ્પદ મુદ્દાઓ