જમ્મુ-કાશ્મીરના કઠુઆથી આવી રહેલા મોટા સમાચાર મુજબ આજે અહીં જિલ્લામાં સુરક્ષા દળોએ સરહદ પારથી આવતા એક ડ્રોનને તોડી પાડ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચકની છે જ્યાં એક પાકિસ્તાની ડ્રોન ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
આ ડ્રોન સાથે પેલોડ એટેચમેન્ટ છે, જેની પણ બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ભારતીય સેના પણ આ મામલે પોતાની રીતે તપાસ કરી રહી છે.
Drone coming from border side shot down in Talli Hariya Chak under Rajbagh PS in Kathua district. The drone has a payload attachment with it which is being screened by the bomb disposal experts: Jammu & Kashmir Police pic.twitter.com/yq9gXRcacQ
— ANI (@ANI) May 29, 2022
નોંધનીય છે કે 29 એપ્રિલ, 2022 ના રોજ, સીમા સુરક્ષા દળ (BSF) ના જવાનોએ ગુરુવાર-શુક્રવારે બપોરે 1.15 વાગ્યે ભારત-પાકિસ્તાન સરહદ પર ધનોઆ કલાન ગામ નજીક એક ડ્રોનને તોડી પાડ્યું હતું. ત્યારપછી પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસવા પર બીએસએફ જવાનોએ ચીની બનાવટના આ ડ્રોનનો અવાજ સાંભળીને તેના પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાનો કાર્યભાર હાલ હળવો થશે નહિ : સરકારનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો:નેપાળમાં 22 લોકોને લઈને જઈ રહેલ વિમાન ગુમ, 4 ભારતીય અને 3 જાપાની નાગરિકો હતા સવાર
આ પણ વાંચો:તાજમહેલની નીચે પીએમ મોદીની ડિગ્રી શોધી રહ્યા છે ભાજપના નેતાઓ:અસદુદ્દીન ઓવૈસી

