બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પંજાબના અમૃતસરમાં મોટી સફળતા મેળવી છે. બીએસએફ દ્વારા રવિવારે વહેલી સવારે 4:00 વાગ્યે બીઓપી રાજા તાલમાંથી હેરોઈનના છ પેકેટ સાથે પાકિસ્તાની તસ્કરને પકડી પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની તસ્કરો વહેલી સવારે હેરોઇનનો જથ્થો ભારતીય વિસ્તારમાં ફેંકવા આવ્યા હતા.ત્યારે સતર્ક BSF જવાનોએ તેને પકડી લીધાે હતાે.
બીએસએફના ડીઆઇજી ભૂપિન્દર સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરહદ થી અનેક દાણચોરો ડ્રગ્સ લઇને ભારતની સરહદ પર ઘૂસ્યા હતા.અમારી ટીમે અમૃતસરના રાજા તાલમાંથી દકાશી અલીને હેરોઇનના છ પેકેટ સાથે પકડી પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તેની નાપાક હરકત કરી રહ્યો છે અવાર નવાર ભારતની સરહદમાં માદક પદાર્થો મોકલી રહ્યો છે. આ પકડાયેલા દાણચોરની હાલ સઘન પુછપરછ કરવામાં આવી રહી છે અનેક માહિતી બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે. પાકિસ્તાન ભાીરત સાથે પ્રત્યક્ષ મુકાબલો નથી કરી શકતો એટલે અન્ય માર્ગે દેશમાં ડ્રગ્સ ,આતંકવાદી સહિતની ગતિવિધિઓ કરી રહ્યો છે,પરતું ભારતના જવાનો મજબૂત રીતે અડીખમ ઉભા રહ્યા છે.ય
