Not Set/ રાજકોટ સિવિલમાં હવસખોરનું અમાનુષી કૃત્ય, PPE કીટ પહેરી વોર્ડબોયે મહિલા પર કર્યો બળાત્કાર

દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

Top Stories Rajkot

દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, પરિવારના એક સગાએ જણાવ્યું હતું કે, બુધવારના રોજ વહેલી સવારે અમારા પરીજનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ઓછુ હોવાથી તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. ત્યારે આ વોર્ડમાં કામ કરતો વોર્ડબોય હિતેશ ઝાલા તેમની પાસે આવ્યો હતો.

આ પણ વાંચો :ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ બની સરળ

બદઈરાદા સાથે આવેલ હિતેશે પહેલા તો મહિલાનું માથુ દબાવી આપવાનું બહાનુ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. ભોગ બનનાર મહિલાને કોઇ ને વાત કરીશ તો ઇન્જેક્શન આપી ખતમ કરી દેવાશે તેવી તેણે ધમકી આપી હતી. વોર્ડની બધી લાઈટો બંધ કરી તેણે મહિલા સાથે આ ક્રૂત્ય કર્યુ હતું. સાથે જ ભોગ બનનાર બૂમો ન પાડે તેથી ઓક્સિજનના માસ્કથી મોંઢે ડૂમો દઈ દીધો હતો.

આ પણ વાંચો :કોરોનાએ લીધો વધુ એકનો ભોગ, ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું કોરોનાથી નિધન

આ કૃત્ય બાદ મહિલા બહુ જ ડરી ગયા હતા. તેથી તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનોને વાત કરી હતી. પરિવારે ઘટનાની જાણ થતા જ પોલીસને બોલાવી હતી. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા. પોલીસે તે વોર્ડમાં જેટલા ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓની યાદી મેળવી હતી. જેમાંથી મહિલાએ હિતેશ ઝાલાને ઓળખી બતાવ્યો હતો. આખરે વૃદ્ધાના આક્ષેપ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતે 2.50 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો, પરંતુ હાલ રસીકરણ શરુ થઈ શકશે નહિ, આ છે મોટું કારણ

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બળાત્કારનો આક્ષેપ કરતી મહિલા જે જગ્યાએ દાખલ હતી તેની આજુબાજુમાં પણ બીજા દર્દીઓ દાખલ હતા. વોર્ડમાં કર્મચારી પણ હાજર હતા. ત્યારે કોઈ વ્યક્તિ કઈ રીતે મહિલા સાથે દુષ્કર્મ આચરી શકે તે અંગે અનેક શંકા સેવાઈ રહેલી છે. ત્યારે આખરે પોલીસ તપાસમાં સાચું શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.