રાજીનામું/ પાંચ દસક બાદ બજાજ ઓટોનાં ચેરમેન રાહુલ બજાજે આપ્યું રાજીનામું, જાણો હવે કોણ સંભાળશે કમાન

બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બજાજ ઓટો લિમિટેડનાં અધ્યક્ષ રાહુલ બજાજે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. બજાજ ઓટો લિમિટેડે 29 એપ્રિલ એટલે કે, ગુરુવારે આ માહિતી શેર કરી છે. મળતી માહિતી મુજબ વૃદ્ધાવસ્થાને ટાંકીને રાહુલ બજાજે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

India

બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બજાજ ઓટો લિમિટેડનાં અધ્યક્ષ રાહુલ બજાજે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. બજાજ ઓટો લિમિટેડે 29 એપ્રિલ એટલે કે, ગુરુવારે આ માહિતી શેર કરી છે. મળતી માહિતી મુજબ વૃદ્ધાવસ્થાને ટાંકીને રાહુલ બજાજે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

દુઃખદ અવસાન / કોરોનાએ લીધો વધુ એકનો ભોગ, ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું કોરોનાથી નિધન

આપને જણાવી દઈએ કે, રાહુલ બજાજ વર્ષ 1972 થી કંપનીનું સંચાલન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, 30 મી એપ્રિલ એટલે કે શુક્રવારે, કાર્યકારી દિવસ પૂર્ણ થતા રાહુલ બજાજને બિન-કાર્યકારી નિયામક અને અધ્યક્ષ પદથી રાહત મળશે. એક્સચેંજને કંપનીએ આપેલી માહિતી પ્રમાણે બજાજ ઓટોનાં બિન-કાર્યકારી નિયામક નીરજ બજાજની કંપનીનાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નીરજ બજાજની આ નિમણૂક 1 મે 2021 થી લાગુ થશે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુલ બજાજે છેલ્લા 5 દાયકામાં કંપની અને જૂથની સફળતામાં મોટો ફાળો આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ બજાજનો અનુભવનો ફાયદો એક સલાહકાર અને માર્ગદર્શક તરીકે મળે તે માટે કંપનીની નિયામક મંડળની બેઠકમાં Nomination And Remuneration Committee ની ભલામણ પર 1 મે થી આવતા 5 વર્ષ માટે રાહુલ બજાજને બજાજ ઓટોનાં Chairman Emeritus નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

હાઈલેવલ મીટિંગ / કોરોનાનાં કારણે બગડી રહેલી પરિસ્થિતિ પર PM મોદી આજે મંત્રીઓ સાથે કરશે બેઠક

રાહુલ બજાજ 30 એપ્રિલ એટલે કે શુક્રવારે કામનાં કલાકો બાદ પદેથી હટી જશે અને ત્યારબાદ 1 મે થી તે કંપનીનાં ચેરમેન અમીરાતનાં પદ સંભાળશે. નીરજ બજાજ 1 મે થી બજાજ ઓટોનું અધ્યક્ષ પદ સંભાળશે. બજાજ ઓટોનાં નવા અધ્યક્ષ નીરજ બજાજ બજાજ ગ્રુપનાં પ્રમોટર-ડિરેક્ટર પણ છે. નીરજ બજાજ પાસે લગભગ 35 વર્ષનો કાર્ય અનુભવ છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. જણાવી દઇએ કે, બજાજ ઓટોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રાહુલ બજાજ 1972 થી બિન-કાર્યકારી અધ્યક્ષ છે અને છેલ્લા પાંચ દાયકાથી જૂથ સાથે સંકળાયેલા છે. તેમની વય ધ્યાનમાં લેતા, તેમણે 30 મી એપ્રિલ, 2021 થી અસરકારક રીતે બિન-કાર્યકારી ડિરેક્ટર અને અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે બજાજ જૂથ લગભગ 95 વર્ષ જૂનું છે અને રાહુલ બજાજ પોતે 82 વર્ષનાં થઈ ગયા છે. તે બજાજ ગ્રુપનાં વડા છે. તેમની કુલ સંપત્તિ લગભગ 6.5 અબજ ડોલર છે.