ભારતનાં આર્મી ચીફ જનરલ નરવણેએ ભારત સમક્ષ ચીન અને પાકિસ્તાન દ્વારા ઉભા કરાયેલા સુરક્ષા પડકારો પર પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું છે કે, અમે તેમાં ભવિષ્યના સંઘર્ષના કેટલાક અંશો (ટ્રેલર) જોઈ રહ્યા છીએ. ઈન્ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં યુધ્ધ સાઈબર સ્પે્સ અને આઈટી નેટવર્ક થકી લડાઈ રહ્યુ છે અને તેના આધાર પર જ ભવિષ્યના યુધ્ધનુ મેદાન તૈયાર થશે.
આ પણ વાંચો:આગામી સમયમાં ISRO‘ચંદ્રયાન 3’લોન્ચ કરશે, જાણો ક્યારે…
એક ઓનલાઈન સેમિનારને સંબોધતા જનરલ નરવણેએ જણાવ્યું હતું કે, ભારત વિવિધ મુશ્કેલ અને બહુસ્તરીય સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે અને ઉત્તરીય સરહદ પરના વિકાસએ સંપૂર્ણ રીતે તૈયાર અને સક્ષમ દળોની જરૂરિયાતને રેખાંકિત કરી છે. ભવિષ્યમાં મોટા યુધ્ધની શક્યતાનો પણ ઈનકાર કરી શકાય તેમ નથી.જેના કારણે બોર્ડર પર સુરક્ષાદળોને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા જરુરી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, બલૂચિસ્તાનમાં સશસ્ત્ર હુમલાખોરોના હુમલામાં એક જવાન શહીદ
સેના પ્રમુખ નરવણે ચીન અને પાકિસ્તાનનુ નામ લીધા વગર કહ્યું હતું કે, પરમાણુ શક્તિથી સજ્જ પાડોશીઓ સાથે વિવાદિત સીમાઓ તથા પ્રોક્સી વોરને ધ્યાનમાં રાખીને ભારતીય સેના જે પણ સંસાંધનોની જરુરિયાત છે તેના પર કામ કરી રહી છે.ઈન્ફર્મેશેન ટેકનોલોજીના યુગમાં સાઈબર સ્પેસનો ઉપયોગ પણ ષડયંત્ર રચવા માટે કરાઈ રહ્યો છે.આ જ વાસ્તિવકતાના આધારે આપણે યુધ્ધની તૈયારી કરવી પડશે.
આ પણ વાંચો: GATE 2022 પરીક્ષા મોકૂફ નહીં રહે, નિર્ધારિત તારીખે યોજાશે પરીક્ષા: SC
