હૈદરાબાદનાં ડેવિડ વોર્નરે તેની આઈપીએલ કારકિર્દીની 49 મી અડધીસદી ફટકારી અને સાથે જ મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આઈપીએલમાં આરસીબી સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વોર્નર બન્યો છે. આ કરીને તેણે એમએસ ધોનીનો રેકોર્ડ પણ તોડ્યો છે.

IPL / કોહલીને આઉટ થયા પછી આવ્યો એટલો ગુસ્સો, ખુર્સીને મારી દીધુ બેટ
આઇપીએલમાં ધોનીએ આરસીબી સામે અત્યાર સુધીમાં 854 રન બનાવ્યા છે. વોર્નરે હવે 877 રન બનાવ્યા છે. ત્યાં જ આ કિસ્સામાં, હવે સુરેશ રૈના ત્રીજા નંબરે છે, જેણે આરસીબી સામે 755 રન બનાવ્યા છે. રોહિતે આરસીબી સામે અત્યાર સુધીમાં 716 રન બનાવ્યા છે. બેંગ્લોર સામે વોર્નર 37 બોલમાં 54 રનમાં આઉટ થયો હતો. તેની ઇનિંગ્સમાં, વોર્નરે 7 ચોક્કા અને 1 છક્કા ફટકારવાનું અદભૂત કામ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, આઇપીએલમાં સૌથી વધુ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પણ વોર્નરનાં નામે છે. વોર્નર બાદ શિખર ધવન 42 અડધી સદી સાથે બીજા નંબરે છે. હૈદરાબાદનો કેપ્ટન આઈપીએલનાં ઇતિહાસમાં 50 પ્લસ બનાવનાર સર્વોચ્ચ બેટ્સમેન છે. તે આ પરાક્રમ અત્યાર સુધીમાં 53 વખત કરી ચૂક્યો છે. આ સાથે જ કોહલીએ આઈપીએલનાં નામે 44 વખત 50 પ્લસ રન બનાવવાનો રેકોર્ડ છે.

IPL / રાજસ્થાનનેે લાગ્યો મોટો ઝટકો, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ટૂર્નામેેન્ટથી થયો બહાર
મેચમાં આરસીબીએ હૈદરાબાદ વિરુદ્ધ પહેલા બેટિંગ કરી હતી અને 149 રન બનાવવામાં સફળ રહી હતી. મેક્સવેલે આરસીબી માટે સારુ પ્રદર્શન કર્યુ હતુ અને 59 રન બનાવ્યા હતા. આરસીબીએ હૈદરાબાદને 6 રને હરાવ્યું હતું. એક સમયે હૈદરાબાદ જીતી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતુ પરંતુ શાહબાદ અહેમદે એક ઓવરમાં 3 વિકેટ ઝડપીને હૈદરાબાદને પરાજિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આરસીબીનાં લક્ષ્યાંકનાં જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
