મોરબી જિલ્લાના હળવદ માં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં 12 કામદારોના મોત થયા છે. જ્યારે દિવાલ પડતાં લગભગ 30 મજૂરો દંટાયા હતા.આ અંગે પીએમ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. અને સાથે સાથે સહાયની પણ જાહેરાત કરી છે.
આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જાણ કરવામાં આવી છે અને તેમણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેવી સુવિધા ઉભી કરવાના આદેશ આપી દીધા છે. આ સાથે સ્થાનિક નેતાઓ પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OWXbi0oE7d
— CMO Gujarat (@CMOGuj) May 18, 2022
આપને જાણવી દઈએ કે, હળવદ માં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સીએમ ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જ્યારે પીએમ ફંડમાંથી 2 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
The tragedy in Morbi caused by a wall collapse is heart-rending. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Local authorities are providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) May 18, 2022
હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે 30થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે.
દીવાલ કઈ રીતે ધરાશાયી થઈ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કામદારો આ દીવાલની નજીકમાં બેસીને મીઠાનું પેકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ બાદ અહીં લોકોની ચીસો અને રોકકળથી કારખાનું ગુંજી ઉઠ્યું હતું. કાટમાળ નીચેથી કઢાયેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે શ્રમિકો ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:ભારત વિશ્વમાં રશિયન હથિયારોનો સૌથી મોટો ખરીદનાર, USA આપશે આવી ઓફર
આ પણ વાંચો: હાર્દિક પટેલના કોંગ્રેસ પર 10 સનસનાટીભર્યા આરોપો: રામ મંદિરથી લઈને કલમ 370 સુધી લગાવ્યા આ આરોપ
આ પણ વાંચો:જેલમાંથી બહાર આવશે રાજીવ ગાંધીનો હત્યારા એજી પેરારીવલન, સુપ્રીમ કોર્ટનો આદેશ
