- દેશજોગ PM મોદી આજે કરશે સંબોધન
- આજે સાંજે પાંચ વાગે દેશવાસીઓને કરશે સંબોધન
- કોરોના બાબતે આપી શકે છે મહત્વની જાણકારી
દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે મંદ થતી દેખાઇ રહી છે. હવે દૈનિક કેસોમાં ઘટાડો અને રિકવર થતા દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે. ભારતની જનતા તેમનુ સંબોધન સાંજે 5 વાગ્યે સાંભળી શકશે.

ભાવ વધારો / મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો
તેઓ આજે સાંજે કોરોનાવાયરસ સંકટ અંગે અને ખાસ કરીને તેની ત્રીજી લહેરથી બચવા શું કરવુ અને શું સાવધાની રાખવી તે વિશે ચર્ચા કરી શકે છે. વડા પ્રધાનનું આ સંબોધન એવા સમયે થશે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર લગભગ ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરનાં દિવસોમાં, સંક્રમણનાં દૈનિક કેસોમાં ઘટાડો થયો છે, જ્યારે દેશનાં જુદા જુદા ભાગોમાં અનલોક કરવાની પ્રક્રિયા આંશિક રીતે શરૂ થઈ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉનથી અનલોક તરફ જવા વિશે વાત કરી શકે છે.
Prime Minister Shri @narendramodi will address the nation at 5 PM today, 7th June.
— PMO India (@PMOIndia) June 7, 2021
ઈ-લોકાર્પણ / રાજકોટમાં કરોડોના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ,લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં ગુજરાત અગ્રીમ : CM રૂપાણી
તે લોકોને આ સમય દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા મૂળભૂત કોવિડ-19 પ્રોટોકોલ વિશે પણ જાગૃત કરી શકે છે. તે દેશનાં કેટલાક ભાગોમાં વેક્સિન વિશે મૂંઝવણ અને ગેરસમજો વિશે પણ બોલી શકે છે. આ દરમિયાન, વડા પ્રધાન દેશને એ પણ જણાવી શકે છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર દ્વારા કયા કામ કરવામાં આવ્યા હતા અને આગળની ત્રીજી લહેર માટે તેની શું તૈયારી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

