- PM મોદી આવશે ગુજરાત પ્રવાસે
- PM આવશે 3 દિવસ ગુજરાત પ્રવાસે
- 18 થી 20 એપ્રિલ આવશે ગુજરાત પ્રવાસે
- સરકારી, રાજકીય કાર્યકર્મોમાં રહેશે હાજર
- ગાંધીનગર, દીયોદર, દાહોદ, જામનગરમાં કાર્યક્રમ
2022 એટલે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ.આમ તો ૨૦૨૨માં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજશે, વિધાનસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે હજુ ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ દરેક રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. તો બીજી તરફ પીએમ મોદી પણ ગુજરાતની ચૂંટણીને લઈને સક્રીય થયા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂકવા ગુજરાત આવી રહ્યા છે.
પીએમ મોદી આવતા અઠવાડિયે ગુજરાતના પ્રવાસે છે અને 20 એપ્રિલના દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે બનાસકાંઠામાં પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારે કાર્યક્રમની રૂપરેખા અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારના આયોજનની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગર આવશે. અને ત્યાર બાદ 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે જશે. જો આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત સાઙ પણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. ગૃહમંત્રી 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ આ વખતે બે દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. છે. તેઓ 10 અને 11 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
આ પણ વાંચો:વિરમગામ બેઠક ઉપર ભાજપની સ્થિતિ મજબૂત
આ પણ વાંચો:મહેસાણાના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત, સેલ્ફી લેવા જતા બની આ ઘટના
