અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અભિનેત્રીની માતાને છેતરપિંડીના કેસમાં ફસાવવામાં આવી હતી અને હવે આ કેસમાં મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે છેતરપિંડી અને વિશ્વાસભંગના ગુનાહિત કેસમાં અભિનેત્રીની માતાને જામીન આપ્યા છે. તેની સામે જારી કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ પણ ફગાવી દેવામાં આવ્યું છે. આ સમાચાર શિલ્પા શેટ્ટી અને તેના પરિવાર માટે રાહત છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિનેત્રીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયા હતા. ત્યારબાદ તેની માતા છેતરપિંડીના કેસમાં ફસાઈ ગઈ હતી.
શું હતો સમગ્ર મામલો
કાઉન્સિલર ફિરોઝ આમરા, જેઓ ઓટોમોબાઈલ એજન્સી ધરાવે છે. તેણે શિલ્પા શેટ્ટીની માતા વિરુદ્ધ 21 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું કે અભિનેત્રીના પિતા સુરેન્દ્ર શેટ્ટીએ તેની પાસેથી વર્ષ 2015માં 21 લાખ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ 2016માં તેમના મૃત્યુ બાદ શેટ્ટી પરિવારે લોનની રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
જ્યારે આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે શિલ્પા શેટ્ટી સહિત તેની બહેન શમિતા અને માતા સુનંદા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, સેશન્સ કોર્ટે પાછળથી તપાસ પર રોક લગાવી દીધી હતી અને માત્ર સુનંદા શેટ્ટી સામે જ કેસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. હવે આ મામલે શિલ્પાની માતાને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો : રણબીર કપૂરના ઘરે વધારાઈ સિક્યુરિટી, આજે દુલ્હન આલિયાના હાથમાં મુકાશે મહેંદી
આ પણ વાંચો :આલિયા-રણબીરના લગ્ન પહેલા નીતુ કપૂરે શેર કર્યો ઋષિ કપૂર સાથેનો આ રોમેન્ટિક ફોટો, જુઓ
