રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રણબીર અને આલિયાના ઘરની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. રણબીર અને આલિયા ભટ્ટની મહેંદી સેરેમની બુધવારે છે. આ કપલનું પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન હશે. આ કારણે અભિનેતાના ઘરે કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મહેમાનોના આગમન પહેલા પાપારાઝીઓ માટે બેરિકેડિંગ મૂકવામાં આવ્યું છે, જેથી તેઓ પરિસરમાં પ્રવેશ ન કરે.
આટલું જ નહીં બુધવારે સવારે લગ્નનો સ્ટાફ પણ અભિનેતાના ઘરે પહોંચી ગયો હતો. તમામ કર્મચારીઓના ફોન લીધા બાદ પાછળના અને આગળના કેમેરાને ગુલાબી ટેપથી સીલ કરવામાં આવ્યા હતા.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં સુરક્ષા વ્યવસ્થા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. રાઝી એક્ટ્રેસના ભાઈ રાહુલ ભટ્ટે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, યુસુફ ભાઈએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સુરક્ષા સંભાળી લીધી છે. તેમની પાસે મુંબઈમાં શ્રેષ્ઠ સુરક્ષા દળ છે. આ માટે તેમને નોકરી પર રાખવામાં આવ્યા છે. આ એજન્સીમાંથી 200 જેટલા બાઉન્સર મંગાવવામાં આવ્યા છે. મારી ટીમના 10 છોકરાઓને પણ મોકલવામાં આવશે.
https://www.instagram.com/p/CcR_1DXMuBe/?utm_source=ig_embed&ig_rid=7de30147-ec95-48cb-9dc0-e9eff462f6e0
જણાવીએ કે, બુધવારે સવારે બાઉન્સરો ગોઠવાઈ ગયા હતા. પ્રી-વેડિંગ ફંક્શન માટે મહેમાનોને લાવવા ખાસ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનોને બિલ્ડિંગની અંદર લઈ જવા માટે એસી વૅનની વ્યવસ્થા કરવામાં આવી છે. કારની અંદર પડદા પાડેલા હતા જેથી કોણ આવી રહ્યું છે તે જાણી ના શકાય. આ કાર બિલ્ડિંગની અંદર જઈને સીધી જ પાર્કિંગ-લોટમાં પહોંચી હતી. લગ્નને પ્રાઈવેટ રાખવા માટે રણબીર-આલિયા દરેક ચોકસાઈ રાખી રહ્યા છે.
https://www.instagram.com/p/CcR6GJYMJ4L/?utm_source=ig_embed&ig_rid=4698d0e5-ce0f-40a5-ad76-efe29c5b45d6
મહેમાનો ઉપરાંત નીતૂ કપૂર અને તેમના નણંદ રીમા જૈન પણ રણબીરના ઘરે આવી પહોંચ્યા છે. રીમા જૈને મીડિયાને જોઈને સ્માઈલ કરી હતી. આ સિવાય રણબીર કપૂરની કઝિન નિતાશા નંદા (રિતુ નંદા- ઋષિ કપૂરની બહેન) પણ વાસ્તુ બિલ્ડિંગ ખાતે આવી હતી. નિતાશાએ લાઈટ બ્લૂ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને મીડિયાના ફોટોગ્રાફર્સને જોતાં જ તેણે હાથથી ચહેરો છુપાવવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો :આલિયા-રણબીરના લગ્ન પહેલા નીતુ કપૂરે શેર કર્યો ઋષિ કપૂર સાથેનો આ રોમેન્ટિક ફોટો, જુઓ
આ પણ વાંચો :શું કૅટરિના કૈફ માતા બનવા જઈ રહી છે? જુઓ આ VIRAL VIDEO
