શુભેચ્છા/ PM મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી, સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…!!

ભારતના વડાપ્રધાને નવા વિક્રમ સંવત 2079ની શુભકામના તમામ નાગરિકોને પાઠવી હતી

Top Stories India

ગુજરાતમાં એકબાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે અત્યારે દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં આજે વિક્રમ સંવત 2079ના શુભાંરભ થયો છે. ભારતના વડાપ્રધાને નવા વિક્રમ સંવત 2079ની શુભકામના તમામ નાગરિકોને પાઠવી હતી,તેમણે ટ્વિટ પર શુભકામના પાઠવી હતી અને લખ્યું હતું કે  સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…!! આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય….નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન.