ગુજરાત/ રાજકિય ભૂકંપ: બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા

ગાંધીનગરમાં રાજકિય ભૂકંપ સર્જાયો છે. હજુ હમણાં જ આખી સરકાર બદલી કઢાઈ હતી. હવે નંબર-ટૂ જેવું મહત્વનું સ્થાન ધરાવતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ જેવું મહત્વનું ખાતું છીનવાઈ જતાં, નંબર-ટૂની પ્રતિષ્ઠા જ ધૂળમાં મળી ગઈ છે. આમ ચુંટણી પહેલાં થતાં તેમની રીતિનીતિ સામે જ પ્રશ્નો ઉભા  થાય છે. તેઓ પદથી ગરીમા સાચવી શકાય નથી, તેવો પણ અર્થ થાય છે.

Mantavya Exclusive
રાજકિય ભૂકંપ
  • રાજકિય ભૂકંપ : નંબર-ટૂ જેવા ઉચ્ચ સ્થાનની પ્રતિષ્ઠા ધૂળમાં મળી
  • ફરી એજન્ટોની સચિવાલયમાં અવરજવર ચાલુ થઇ ગઈ હતી
  • કેટલાંકના કુટુંબીજનો જ એજન્ટની ભૂમિકામાં હોવાની ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યાં જ અચાનક હજુ હમણાં જ રચાયેલી સરકારનાં નંબર-ટૂનું સ્થાન ધરાવતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ જેવું મહત્વનું ખાતું છીનવી લેવાતા રાજકિય ભૂકંપ સર્જાયો છે. તેનની રીતિનીતિ સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. ભ્રષ્ટાચાર દેશને દિમકની જેમ કોરી ખાય છે, તેવા આકરા ઉચ્ચારણો 15 મી ઓગસ્ટે કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય સુધી પણ કેટલીક ગંભીર ફરિયાદો પહોંચી હોવાનું કહેવાય છે. નહીં તો આમ અચાનક આવું આકરું પગલું ના લેવાય. હવે તેમની પાસે આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધ્યાનીક અને સંસદીય બાબતો જેવા વજન વગરના હળવા ખાતાઓ જ રહ્યાં છે. ગુજરાતના રાજકિય ઇતિહાસમાં પહેલી વખત આખી સરકારના તમામ મંત્રીઓને બદલી નાખ્યા બાદ પહેલી વખત આવું બન્યું છે કે રાજેન્દ્ર ત્રિવેદી અને પુર્ણેશ મોદી જેવા સિનિયર મંત્રીઓના ખાતા લઇ લેવાયા છે.

રાજકારણમાં આવું બને ત્યારે કારણ એવું અપાય છે, તેઓ પરિણામલક્ષી ના હતા. અનએફિસ્યન્ટ હતા. પરંતુ બધા જ કલ્પી શકતા હોય છે કે, અંદર શું થશે? અગાઉ નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ત્યારે બંધ કરાયેલી એજન્ટપ્રથા ફરી ચાલુ થઇ હતી. કેટલાંક લાયોજન કરનારા એજન્ટોના આંટાફેરા વધી ગયા હતા. કેટલાંક ના કુંટુબીજનો જ એજન્ટની ભૂમિકામાં આવી ગયા હતા.કેટલાંકે ટૂંકાગાળામાં જ હાટડીઓ ખોલી નાખી હતી તેઓ એ બાબત ભૂલી ગયા હતા કે ‘ઉપરવાળા’બધું જુએ છે. ઝીણી નજરે એનાલીસીસ કરે છે. આમ પણ મહેસુલ ખાતાની છાપ સારી નથી. આગાઉના મુખ્યમત્રી વિજય રૂપાણીએ સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ ખાતામાં ચાલતો હોવાનું નિવેદન કર્યું હતું. સી.આર. પાટીલ પણ આવું જ કઈં બોલ્યા હતા. આવા સંવેદનશીલ ખાતાના મંત્રીએ ખુબ જ સચેત રહેવું જોઈએ. તેવું રાજેન્દ્ર ત્રિવેદી કરી શક્યા નથી, તે બાબત તેમની ઉભી થયેલી કફોડી સ્થિતિ પરથી સાબિત થઇ જાય છે. હવે સંગઠન સર્વોપરી છે. તેવા બેનરો પણ વડોદરામાં લાગ્યા છે. તેનો અર્થ એ થાય કે તેમને તેમનું સ્થાન બતાવી દે છે.

ભુપેન્દ્ર પટેલના મત્રી મંડળમાં હજુ આગામી દિવસોમાં વધુ ફેરફાર થશે તેવા સંકેતો મળે છે. હાઈકમાન્ડે આ પગલું લઈને સૌને માપમાં રહેવાના સંકેતો આપી દીધા છે. બીજી તરફ હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ વિશ્વકર્મા જેવા યુવામંત્રીઓનું વજન વધ્યું છે.

ખાતા છીનવાયાનું આસપાસનો ઘટનાક્રમ  

ગૃહમંત્રી અમિત શાહ આઠમના રોજ તહેવારની ઉજવણી માટે અમદાવાદ આવ્યા ત્યારે ઉચ્ચકક્ષાની મીટીંગ થઇ હોવાનું ચર્ચાય છે. સી.આર. પાટીલ વડતાલમાં પ્રવચન કરી રહ્યા હતા ત્યારે દિલ્હીથી અચાનક કોઈનો ફોન આવ્યો હતો આ ફોન રાજેન્દ્ર ત્રિવેદી અને પુર્ણેશ મોદીના સંદર્ભમાં હોવાની વાત ઉપસી છે.

કેન્દ્રના મોટાગજાના નેતા બી.એલ. સંતોષ આજે ગાંધીનગર આવ્યા છે. તે બાબત પણ સૂચિત છે.

કહેવાય છે કે મહેસુલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સામેની ફરિયાદો વડાપ્રધાનના કાર્યક્રમ સુધી પણ પહોંચી હતી.  કેટલાંક એજન્ટોની તેમના કાર્યાલયમાં અવરજવર થતી હતી. અને કેટલાંક મંત્રીના નજીકના કુંટુંબીજનો પણ એજન્ટની ભૂમિકામાં આવી ગયા છે. તેવું ઉચ્ચ અધિકારીઓના વર્તુળમાં ચર્ચાય રહ્યું છે.

આ પણ વાંચો:ડોન દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર હોસ્પિટલમાં દાખલ, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં જનેતાએ 3 વર્ષીય પુત્રની હત્યા કરી ફાંસો ખાધો

આ પણ વાંચો:ભારત સાથે કાયમી શાંતિ ઇચ્છીએ છે,યુદ્વએ કોઇ વિકલ્પ નથી : પાકિસ્તાન PM શાહબાઝ શરીફ