Bollywood/ પ્રાઇમ વીડિયોએ નયા સફર રજૂ કરવાની જાહેરાત કરી…..

આ સીરિઝ આપણા દેશના આવશ્યક અને સ્વતંત્ર સિનેમેટિક વોઇસને પ્લેટફોર્મ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ પણ છે.”

Entertainment

પ્રાઇમ વીડિયોએ આજે જાહેરાત કરી હતી કે, હિંદી ટૂંકી ફિલ્મોનો સંગ્રહ અનપૉઝડઃ નયા સફરનું પ્રીમિયર 240થી વધારે દેશો અને વિસ્તારોમાં 21.01.2022 ના રોજ દુનિયાભરમાં થશે. પ્રથમ એડિશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા પછી વર્ષ 2020માં પ્રીમિયર થયેલી અનપૉઝડની સીક્વલ એમેઝોન ઓરિજિનલ એન્થોલોજી પાંચ ટૂંકી હિંદી ફિલ્મો ઓફર કરશે, જે દરેક મહામારી સાથે પ્રસ્તુત પડકારોને વિશિષ્ટ રીતે રજૂ કરશે, જેને દરેક પર ઓછાવધતા અંશે અસર કરી હતી, ત્યારે દરેક નવા વર્ષને આવકારતા હોવાથી સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકશે.

વિવિધતાસભર કલાકારોને ચમકાવતી અનપૉઝડઃ નયા સફર હૃદયસ્પર્શી રીતે યાદ કરાવે છે કે, અંધકાર પછી હંમેશા અજવાળું કે ઉજાસ પ્રકટ થાય છે. પ્રેમ અને સકારાત્મકતા સાથે આ ટૂંકી ફિલ્મો આપણને આ નવા વર્ષની શરૂઆતમાં નવી શરૂઆત કરવા આપણને અપીલ કરશે.

આ સંગ્રહમાં ટૂંકી ફિલ્મોમાં નીચેની સામેલ છે –
તીન તિગડા, જેના નિર્દેશક છે રુચિર અરુણ; કલાકારો સાકિબ સલીમ, આશિષ વર્મા અને સેમ મોહન.
ધ કપલ, જેના નિર્દેશક છે નુપુર અસ્થાના; કલાકારો શ્રેયા ધનવંતરી અને પ્રિયાંશુ પેઇનયુલી.
ગોંદ કે લડ્ડુ, જેના નિર્દેશક છે શિખા માકન; કલાકારો દર્શના રાજેન્દ્રન, અક્ષવીર સિંહ સરન અને નીના કુલકર્ણી.
વોર રૂમ, જેના નિર્દેશક છે અયપ્પા કેએમ; કલાકારો ગીતાંજલી કુલકર્ણી, રસિકા અગાશે, પૂર્ણાનંદ વાંઢેકર અને શરવરી દેશપાંડે. વૈકુંઠ, જેના નિર્દેશક છે નાગરાજ મંજુલે; કલાકારો અર્જુન કાર્ચે અને હનુમંત ભંડારી.

એમેઝોન પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે, “ચાલુ વર્ષે અમારા ઓરિજિનલ્સની સફરની શરૂઆત અનપૉઝડઃ નયા સફર સાથે શરૂ કરવી ખરેખર અદભૂત વાત છે, જે હાલના પડકારજનક સમયમાં આશા, સકારાત્મકતા અને પ્રેરણા પ્રદાન કરતી ઘટનાઓ વિશે હૃદયસ્પર્શી ટૂંકી ફિલ્મોછે. આ સીરિઝ આપણા દેશના આવશ્યક અને સ્વતંત્ર સિનેમેટિક વોઇસને પ્લેટફોર્મ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ પણ છે.”