આરોપ / પ્રિયંકાની કઝિન મીરા ચોપરાને ઈન્ટિરિયર ડિઝાઈનરે ઘરમાંથી કાઢી મૂકી, નોંધાઈ FIR

મીરા ચોપરાએ તેના ઈન્ટિરિયર ડિઝાઇનર પર છેતરપિંડીનો આરોપ લગાવતા FIR દાખલ કરી છે. સેકશન 375 ની અભિનેત્રી મીરા ચોપડાએ 354, 504, 506 અને 509 હેઠળ….

પ્રિયંકા ચોપરાની કઝિન બોલિવૂડ અભિનેત્રી મીરા ચોપરા એ તેના ઈન્ટિરિયર ડિઝાઇનર પર છેતરપિંડીનો આરોપ લગાવતા FIR દાખલ કરી છે. સેકશન 375 ની અભિનેત્રી મીરા ચોપડા એ 354, 504, 506 અને 509 હેઠળ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ઈન્ટિરિયર ડિઝાઇનર વિરુદ્ધ FIR દાખલ કરી છે.

આ પણ વાંચો : આ સુપરસ્ટાર વિરાટ કોહલીનું પાત્ર ભજવવા માંગે છે, કહ્યું…

વાસ્તવમાં મીરા ચોપરાએ મુંબઈના અંધેરીમાં એક મકાન ખરીદ્યું હતું અને ઓશિવારાના રાજેન્દ્ર દીવાન નામની વ્યક્તિને ઈન્ટિરિયર ડિઝાઇન કરવા માટે રાખી હતી. પરંતુ મીરાને શૂટિંગ માટે 15-20 દિવસ માટે બનારસ જવું પડ્યું. તેથી, 17 લાખની નિયત રકમમાંથી, મીરાએ 8 લાખ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી. પરંતુ જ્યારે મીરા શૂટિંગમાંથી પરત ફરી ત્યારે તેણે જોયું કે ડિઝાઇનરે નબળી વસ્તુઓ વાપરી હતી. મીરાએ પહેલા તેને યોગ્ય કામ કરવા કહ્યું, પણ તેણે મીરાને તેના જ ઘરમાંથી કાઢી મૂકી.

મીરા ચોપરા એ ટ્વિટ કરતી વખતે આ વિશે માહિતી પણ આપી છે અને લખ્યું છે કે, જો કોઈ છોકરી શહેરમાં એકલી રહેતી હોય તો તેને કોઈ પણ સંજોગોમાં મદદ કરવી જોઈએ.

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ, કહ્યું –કાયદા બનાવનારા ડરી રહ્યા છે.

બોલિવૂડ હંગામા સાથે વાત કરતા મીરાએ કહ્યું કે તેણે ડિઝાઈનરને તેના ખર્ચ માટે બિલ માંગ્યું અને બાકીનું પરત કરવાનું કહ્યું, પરંતુ ડિઝાઇનરે કેટલાક હાથથી લખેલા બિલ પકડ્યા અને તે ગાયબ થઈ ગયો. જે બાદ મીરાએ FIR નોંધાવી હતી. જોકે, મીરા પરેશાન છે કારણ કે બે મહિના પછી પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મીરાએ કહ્યું કે આ તેનું પહેલું ઘર છે અને તે ખૂબ જ ખાસ છે તેથી તે ન્યાય માંગે છે.

મીરા ચોપરાએ એફઆઈઆરમાં દાવો કર્યો છે કે, જ્યારે તેણે આ અંગે રાજેન્દ્ર દીવાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે તેના કામદારોની સામે તેની પર ખિજાયો હતો અને અભિનેત્રીને ગાળો ભાંડી હતી. મીરા ચોપરાએ એવો પણ દાવો કર્યો છે કે રાજેન્દ્ર દિવાને તેને ધક્કો મારીને પોતાના ઘરમાંથી જ બહાર કાઢવાની કોશિશ કરી. જેના પગલે મીરા ચોપરાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ઈન્ટિરિયર ડિઝાઇનર રાજેન્દ્ર દિવાન વિરુદ્ધ કલમ 354, 504, 506 (2) અને 509 હેઠળ એફઆઇઆર દાખલ કરાવી છે.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટી પર પણ ચડ્યો નવરાત્રીનો રંગ, ‘કેસરિયો રંગ…’ પર કર્યા ગરબા

આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ મુંબઈ છોડી રહી છે શહનાઝ ગિલ? જાણો શું છે હકીકત


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment