Not Set/ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક : BJP દ્વારા રજુ કરાયેલા “વિઝન ૨૦૨૨”માં ન્યુ ઇન્ડિયા બનાવવાનો લેવાયો સંકલ્પ

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી અને ચાલુ વર્ષના અંતે યોજાનારી ત્રણ રાજ્યોની વિધાનસભા ચુંટણીને લઇ ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારે આ બેઠકનો બીજો દિવસ છે. રવિવારે મળેલી બેઠકમાં પાર્ટી દ્વારા ૨૦૨૨ સુધીનું વિઝન બહાર પાડવામાં આવ્યું છે. Political resolution moved by Home Minister Rajnath Singh at […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી અને ચાલુ વર્ષના અંતે યોજાનારી ત્રણ રાજ્યોની વિધાનસભા ચુંટણીને લઇ ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારે આ બેઠકનો બીજો દિવસ છે. રવિવારે મળેલી બેઠકમાં પાર્ટી દ્વારા ૨૦૨૨ સુધીનું વિઝન બહાર પાડવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે વિઝન ૨૦૨૨ રજુ કરતા જણાવ્યું હતું કે, “૨૦૨૨ સુધીમાં દેશમાં જાતિવાદ, સંપ્રદાયિકતા, આતંકવાદ અને નકસલવાદ ખતમ થઇ જશે”.

પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારિયો વિરુધ સખ્ત કાર્યવાહી કરી રહી છે અને આ જ કારણે તેઓ દેશ છોડીને ભાગી રહ્યા છે.આ ઉપરાંત પ્રસ્તાવના ન્યુ ઇન્ડિયા અને ગરીબીમાંથી લોકોને બહાર કાઢી ગરીબ મુક્ત ભારત બનાવવાના પ્લાન અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

ઘુસપેઠીઓ માટે દેશમાં કોઈ જગ્યા નથી

વિઝન ૨૦૨૨ના પ્રસ્તાવ મુજબ, ઘુસપેઠીઓ માટે દેશમાં કોઈ જગ્યા નથી, પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જો કોઈ શીખ, હિંદુ, બૌધ કે ક્રિશીયન ભારત પાસે મદદ માંગશે તો તેઓએ શરણ આપવામાં આવશે.

ન્યુ ઇન્ડિયા”નું સપનું પૂરું થઈને જ રહેશે

આ વિઝન બહાર પાડ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું, “આ પ્રસ્તાવમાં વિશ્વાસ જતાવવામાં આવ્યો છે કે, “ન્યુ ઇન્ડિયા”નું સપનું પૂરું થઈને જ રહેશે”.

વિપક્ષ પાસે નથી કોઈ નેતા કે નીતિ

તેઓએ વિપક્ષી પાર્ટીઓ પાર હુમલો બોલતા જણાવ્યું, “વિપક્ષ પાસે ન કોઈ નેતા છે, ન કોઈ નીતિ છે તેમજ ન કોઈ રણનીતિ છે, જેથી વિપક્ષ હતાશ છે અને નકારાત્મક રાજનીતિ કરી રહ્યું છે”.

પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે, “૨૦૧૪થી અત્યારસુધીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫ રાજ્યોમાં જીત મેળવી છે અને ૨૦ રાજ્યોમાં સરકારમાં છે. વિપક્ષ ૧૦ રાજ્યમાં છે અને કોંગ્રેસ માત્ર ૩ રાજ્યોમાં સમેટાઈ ગઈ છે. જેથી સત્તા મેળવવા માટે વિપક્ષ હેરાન છે અને મહાગઠબંધન જેવો કોઈ વિકલ્પ શોધી રહ્યું છે”.

આ ઉપરાંત બેઠકમાં કહેવામાં આવ્યું કે, “ચાર વર્ષ પહેલા એક કમજોર અને પુંજીવાદી અર્થવ્યવસ્થા સત્તામાં મળી હતી. અમારી સરકારે ન માત્ર મૂળભૂત સુધારા જ કર્યા, પરંતુ સખ્ત પગલા ઉઠાવ્યા છે. નોટબંધી, GSTએ અર્થવ્યવસ્થામાં ભૂતપૂર્વ સુધારા કર્યા છે”.

અમિત શાહે કોંગ્રેસ પર બોલ્યો હતો હુમલો

આ પહેલા બેઠકના પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેઓએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને કોંગ્રેસ પર હુમલો પણ બોલ્યો હતો.

કોંગ્રેસ પર નિધન સાધતા શાહે જણાવ્યું, “ભારતીય જનતા પાર્ટી મેકિંગ ઇન્ડિયામાં લાગી છે, જયારે કોંગ્રેસ બ્રેકિંગ ઇન્ડિયામાં લાગી છે”.

મોદી સરકારની યોજનાઓને ઘર-ઘર સુધી પહોચાડવાની છે

મોદી સરકારની પ્રશંસા કરતા શાહે જણાવ્યું હતું કે, “યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોદી સરકારે ઘણી એવી યોજનાઓ લોન્ચ કરી છે, જેને લોકો સુધી પહોચાડવી જરૂરી છે. ખેડૂતો માટે પાક વીમા યોજના છે, જયારે ગરીબો માટે આયુષ્માન ભારત છે. આ યોજનાઓ અંગે ગામથી લઇ શહેરો સુધી લોકોને જાણકારી આપવાની છે અને તેને લોકોના ઘર ઘર સુધી પહોચાડવાની છે”.

પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ બેઠકમાં રહ્યા હાજર

મહત્વનું છે કે, શનિવારથી શરુ થયેલી પાર્ટીની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમજ ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.