Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 37 હજારથી વધુ કેસ, મોતનો આંક પહોંચ્યો…

  વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં […]

India

 

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 37 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. 22 જુલાઇ એટલે કે બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,724 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 648 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં 11,92,915 કેસ નોંધાયા છે. વળી મૃત્યુઆંકની કુલ સંખ્યા 28,732 પર પહોંચી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં આ રોગથી ઠીક થતા દર્દીઓની સંખ્યા 7,53,050 થઇ ચુકી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4,11,132 છે.