Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15 હજારથી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 24 જૂન બુધવારની સવાર સુધીમાં, દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 4,50,000 ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4,56,183 છે. અત્યાર સુધીમાં 2,58,685 લોકો આ વાયરસથી ઠીક થયા છે. વળી, કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 14,476 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની […]

India

દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 24 જૂન બુધવારની સવાર સુધીમાં, દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 4,50,000 ને વટાવી ગઈ હતી. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4,56,183 છે.

અત્યાર સુધીમાં 2,58,685 લોકો આ વાયરસથી ઠીક થયા છે. વળી, કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 14,476 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 15,968 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં 465 લોકોનાં મોત નીપજ્યાં છે. એકમાત્ર રાહત એ છે કે રિકવરી દર પણ વધી રહ્યો છે. કોરોનામાં રિકવરી દર 56.70% છે. તે પહેલાના 23 જૂને સવારે આશરે 56.37% હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.