Election Result/ કલમ 370 હટાવ્યા બાદ LAHDCની ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો ભવ્ય વિજ્ય,ભાજપના સૂંપડા સાફ

જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધને કારગીલમાં લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપને હરાવ્યું છે

Top Stories India

2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધને કારગીલમાં લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપને હરાવ્યું છે.લદ્દાખ કાઉન્સિલની 26 બેઠકોની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. જો કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપને ઘણી પાછળ છોડી દીધી છે. અત્યાર સુધીમાં જે 22 બેઠકોના પરિણામો જાહેર થયા છે તેમાંથી કોંગ્રેસે 8 બેઠકો અને નેશનલ કોન્ફરન્સે 11 બેઠકો જીતી છે. તે જ સમયે, ભાજપને માત્ર 2 બેઠકો મળી છે. અપક્ષ ઉમેદવારે પણ એક બેઠક જીતી છે.