દાહોદમાં કોમર્શિય લિફ્ટ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું જ્યારે સાત જમાને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ દાહેદમાં એક કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવ દાહોડના યાદગાર ચોક પરની એક દુકાનમાં બની હતી.
જેમાં 10 જેટલા લોકોને સામાન બતાવવા માટે કોમર્શિયલ લિફ્ટમાં ઉપર લઈ જવામાં આવતા હતા. જોકે વધુ પડતા માણસોના વજનને કારણે અચાનક કોમર્શિયલ લિફ્ટનું બેલેન્સ તૂંટી પડતા આ બનાવ બન્યો હતો.
આ દુર્ઘટનામાં દુકાનમાં કામ કરતા એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું. જ્યારે સાત જણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે એ ડિવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત
આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો
આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો
આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ
