અકસ્માત/ ચાઈનીઝ માંઝાએ દિલ્હીમાં વધુ એક જીવ લીધો, પ્રતિબંધ બાદ પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે

રાજધાની દિલ્હીમાં ચાઈનીઝ માંઝાના કારણે પ્રથમ મોત નથી થયું ગઈકાલે નાંગલોઈના રહેવાસી વિપિન પણ માંઝાના કારણે જીવ ગુમાવ્યો હતો.

Top Stories India

એક બાજુ સમગ્ર દેશ આઝાદીના પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ દિલ્લીમાં ચાઇનીઝ માઝાનો ભોગ બની રહ્યા છે. સ્વતંત્ર દિવસની ઉજવણી પહેલા ચાઇનીઝ પર્વના અકસ્માત વધવાના કેસ બની રહ્યા હોવાના કારણે થોડા વર્ષો પહેલા જ માંઝા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છતા પણ તેનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.  ચાઈનીઝ માંઝાથી દિલ્હીમાં દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. આજે વધુ એક મોત થયું છે. માનસરોવર પાર્ક વિસ્તારનો નવો કિસ્સો, જ્યાં રવિવારની બપોરે સ્કૂટી પર જઈ રહેલા અભિષેકએ મંઝાની અડફેટે આવીને જીવ ગુમાવ્યો હતો. વાસ્તવમાં, તે કોઈ કામ માટે શાલીમાર ગાર્ડન જઈ રહ્યો હતો કે ઘરથી થોડે દૂર નાથુ કોલોની ફ્લાયઓવર પર માંઝાની ટક્કરથી તેનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે અભિષેકનું બાલાજી નામનું ટેન્ટ હાઉસ હતું. તે પોતાના પરિવાર સાથે જ્યોતિ કોલોનીની આઠ નંબરની શેરીમાં રહેતો હતો. ઘરમાં પિતા મનોજ કુમાર, માતા સીમા સિવાય ત્રણ ભાઈ અને એક બહેન છે.

નોંધનીય છે કે સ્વતંત્ર પર્વ પર દિલ્લીમાં પતંગ રસિકો મનમુકીને પતંગ ઉડાવે છે. જેના કારણે આ દિવસો દરમિયાન ચાઇનીઝ માંઝાની માંગ વધી જાય છે અને પ્રતિંબંધ હોવા છતા ખુલ્લેઆમ ચાઇનીઝ માંઝાનું વેચાણ થાય છે.

રાજધાની દિલ્હીમાં ચાઈનીઝ માંઝાના કારણે પ્રથમ મોત નથી થયું. નાંગલોઈના રહેવાસી વિપિનએ ગઈ કાલે જીવ ગુમાવ્યો હતો. છેલ્લા દિવસોમાં ચાઈનીઝ માંઝાના કારણે કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. MBAના વિદ્યાર્થી અભિનવનું ગળું આ મહિને ચાઈનીઝ દોરીથી કાપાઇ ગયું હતું. આ પહેલા 25 જુલાઈના રોજ ઉત્તર પશ્ચિમ દિલ્હીના હૈદરપુર ફ્લાયઓવર પાસે સુમિત નામનો યુવક ચાઈનીઝ માંઝાની ઝપેટમાં આવ્યો હતો. સુમિતનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

વર્ષ 2016માં સ્વતંત્રતા દિવસના દિવસે બે અલગ-અલગ જગ્યાએ ચાઈનીઝ માંઝાથી વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના થોડા મહિનાઓ પછી, દિલ્હી સરકારે માંઝા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું. જુલાઈ 2017 માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ દેશમાં ચાઈનીઝ માંજાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દર વર્ષે આ ચાઈનીઝ માંઝાથી લોકો મરી રહ્યા છે.