Not Set/ સોશિયલ મીડિયાના જમાનામાં આ વ્યક્તિ હજી પણ શહીદ જવાનોનાં પરિવારને લખે છે પોસ્ટકાર્ડ

ગુજરાતનાં સુરતનાં જીતેન્દ્રસિંહ છે તો સિક્યુરીટી ગાર્ડ પણ એમનાં કામ હજારો લોકોને પ્રેરણા આપે એવાં છે. સોશિયલ મીડિયાના જમાનામાં જીતેન્દ્રસિંહ આજેપણ એ સૈનિકોનાં પરિવારને પોસ્ટકાર્ડ મોકલે છે જેઓ યુદ્ધ દરમ્યાન શહીદ થયા હતા. Gujarat: Jitendra Singh, a security guard in Surat sends postcards to families of soldiers who lost their lives in action, says "Doing […]

Top Stories Gujarat Surat India

ગુજરાતનાં સુરતનાં જીતેન્દ્રસિંહ છે તો સિક્યુરીટી ગાર્ડ પણ એમનાં કામ હજારો લોકોને પ્રેરણા આપે એવાં છે.

In the era of technology, this man still sends postcards to The Families Of The Martyrs

સોશિયલ મીડિયાના જમાનામાં જીતેન્દ્રસિંહ આજેપણ એ સૈનિકોનાં પરિવારને પોસ્ટકાર્ડ મોકલે છે જેઓ યુદ્ધ દરમ્યાન શહીદ થયા હતા.

જીતેન્દ્રસિંહ આ કામ છેલ્લાં 20 વર્ષોથી કરે છે. જીતેન્દ્રસિંહે કહ્યું કે, ‘તેઓ ખુશ થાય છે કે કોઈને તેઓ યાદ છે. હું જયારે એમને મળું છું ત્યારે ‘શહીદ સ્મારક’ બનાવવા માટે એમનાં ઘરની માટી ભેગી કરું છું.’ હીરો હિરોઈનને ઘણાં લોકો લેટર મોકલતા હોય છે પણ દેશનાં સાચા હીરો એવાં આપણા સૈનિકોને એમનાં મૃત્યુ બાદ કોઈ યાદ કરતું નથી. એમનાં પરિવારને સહારો આપવા માટે અમુક લોકો જ ઉભા રહે છે.

કારગીલ યુદ્ધ દરમ્યાન સોલ્જર્સ પોતાનાં ઘરે પત્ર મોકલતા હતા પરંતુ જ્યાં સુધીમાં એ પત્ર એમનાં ઘરે પહોચે ત્યાં સુધીમાં તો તેઓ યુદ્ધમાં શહીદ થઇ જતા હતા. જીતેન્દ્રસિંહ જણાવે છે કે હું ત્યારથી જ પત્ર લખવા માટે પ્રેરિત થયો હતો. મે એક વખત એક પિતા સાથે વાત કરી હતી જેમણે એનો દીકરો ગુમાવ્યો હતો અને એમણે કહ્યું હતું કે એમને એવું ફિલ થાય છે કે જાણે એ પોતાનાં દીકરા સાથે વાત કરે છે.

In the era of technology, this man still sends postcards to The Families Of The Martyrs

એમની સેલેરી મહિનાની 10,400 છે છતાં તેઓ વર્ષ 1999થી આ શહીદોનાં પરિવારને પોસ્ટકાર્ડ લખે છે. એમનાં પરિવારમાંથી બધાં આર્મીના હતા.