કેલીફોર્નીયાના યોસેમીટી નેશનલ પાર્કમાં એક ટ્રાવેલ બ્લોગર ભારતીય કપલનું મોત નીપજ્યું છે. ૩૫૦૦ ફૂટ ઉંચાઈ પરથી પડી જવાને લીધે ૨૯ વર્ષીય વિષ્ણુ વિશ્વનાથ અને ૩૦ વર્ષીય મીનાક્ષી મૂર્તિનું મૃત્યુ થયું છે.
આ ભારતીય દંપતિ અમેરિકામાં રહેતા હતા.
https://www.instagram.com/p/BTzpcdvBOpj/?taken-by=holidaysandhappilyeverafters
https://www.instagram.com/p/BXDP6tvBLrP/?taken-by=holidaysandhappilyeverafters
સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ થોડા સમય પહેલા જ ન્યુયોર્કથી સૈન ફ્રાન્સિસ્કો રહેવા માટે આવ્યા હતા.
https://www.instagram.com/p/Bg31bD2hgDq/?taken-by=holidaysandhappilyeverafters
વિશ્વનાથ સિસ્કોમાં એન્જીન્યરીંગ જોબ કરતા હતા. એટલું જ નહી પરંતુ તેઓ એક ટ્રાવેલ બ્લોગર પણ હતા. પોતાના બ્લોગ દ્વારા તે દુનિયાબહારને પોતાના પ્રવાસના અનુભવ શેર કરતા હતા.
https://www.instagram.com/p/BThjJJQhVyR/?taken-by=holidaysandhappilyeverafters
http://holidaysandhappilyeverafters.com/ ટ્રાવેલ બ્લોગની સાઈટ જેમાં તેઓ પોતાના પ્રવાસને દુનિયા સમક્ષ મુક્ત હતા.
અહી આવેલ ટાફ્ટ પોઈન્ટ પરથી સુંદર નજારો જોઈ શકાય છે. આ પોઈન્ટ નીચેથી ગુરુવારે એક દુર્ગમ વિસ્તારમાંથી આ કપલની ડેડ બોડી મળી આવી હતી.
https://www.instagram.com/p/BSPKVQWB92y/?taken-by=holidaysandhappilyeverafters
આ ભારતીય કપલ બંને સોફ્ટવેર એન્જીનીયર હતા. વર્ષ ૨૦૧૪માં તેઓ લગ્નગ્રંથીમાં જોડાયા હતા. ફેસબુક પેજમાં આ બનેના પ્રવાસની ઘણી પોસ્ટ છે.
તો બીજી તરફ ચેંગન્નુર કોલેજ ઓફ એન્જીનીયરીંગે એવો દાવો કર્યો હતો મૃતક કપલ તેમની કોલેજના વિદ્યાર્થી હતા. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે અમે આ પ્રેમી દોસ્ત અને તેના પરિવાર પ્રત્યે ઘણી સંવેદના છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
