ગુજરાત/ રાજકોટ CP મનોજ અગ્રવાલની આખરે કરાઇ બદલી

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ મામલે ગૃહવિભાગે આ કેસની તપાસ DGP  વિકાસ સહાયને સોપી હતી.

Top Stories Rajkot
  • રાજકોટ પોલીસ કમિશનરની બદલી
  • CP મનોજ અગ્રવાલની બદલી
  • જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે થઇ બદલી

રાજકોટના બહુચર્ચિત પોલીસ કમિશનરની આખરે બદલી કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. તેમણે રાજકોટ પોલીસ કમિશનરના સ્થાનેથી બદલી કરીને જુનાગઢ ટ્રેનીંગ સેન્ટર ખાતે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી મનોજ અગ્રવાલ ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. જેમાં ભાજપના જ ધારાસભ્યો દ્વારા હપ્તા વ્સૂલીના આરોપ લગાવવામાં આવ્યા હતા.  મનોજ અગ્રવાલની SRPF ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી છે. તો IPS ખુર્શીદ અહેમદને રાજકોટ CPનો ચાર્જ સોંપાયો છે.

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ મામલે ગૃહવિભાગે આ કેસની તપાસ DGP  વિકાસ સહાયને સોપી હતી.  સત્તા પક્ષ ભાજપના જ કેટલાક નેતાએ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરતા સિટી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ટુંકમાં જ તેમની બદલીની સંભાવના છેલ્લા ઘણા સમયથી ચર્ચાતી હતી.

રાજ્યભરના પોલીસતંત્ર તથા આઈપીએસ ઓફિસર્સમાં ખળભળાટ મચાવીને જે રીતે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ શહેરમાં કમિશન લઈને ડૂબેલા નાણા કઢાવતા હોવાનું અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ હોવાના ખુલ્લા આક્ષેપો રાજકોટ–70ના ધારાસભ્ય  પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કર્યા હતા.

Ukrainian Bride/ યુદ્ધ વચ્ચે આ રીતે કર્યા લગ્ન : ભારતીય દુલ્હો અને યુક્રેનિયન દુલ્હન

National/ PM મોદી 24 કલાકમાં ત્રીજી વખત ઉચ્ચસ્તરીય બેઠક કરશે, યુદ્ધથી સર્જાયેલી પરિસ્થિતિ પર કરશે ચર્ચા

Corona guidelines/ માસ્કમાંથી મુક્તિ માટે હજુ જોવી પડશે રાહ ; સરકારનો મોટો નિર્ણય