Bollywood/ વેલેન્ટાઈન ડે પહેલા રાખી સાવંત પતિ રિતેશથી અલગ થઈ, ઈન્સ્ટાગ્રામ પર આપી માહિતી

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા રિતેશની તેની પહેલી પત્ની અને પુત્ર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

Entertainment

બોલિવૂડની આઈટમ ગર્લ રાખી સાવંત આ દિવસોમાં ચર્ચામાં છે.  હાલ જાણવા મળી રહ્યું છે  કે  રાખી તેના પતિ રિતેશથી અલગ થઈ ગઈ છે. આ વાતની જાણકારી ખુદ રાખીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. તમને જણાવી દઈએ કે રાખીએ વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ આ પગલું ભર્યું છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા રાખી સાવંતે લખ્યું- લાખ પ્રયાસ કર્યા પછી પણ જ્યારે મુસીબતોનો અંત ન આવ્યો ત્યારે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

આ પણ  વાંચો:Video / બન્યા પછી આવું દેખાશે ભવ્ય અને દિવ્ય રામ મંદિર, ટ્રસ્ટે જાહેર કર્યો 3D વીડિયો

https://www.instagram.com/p/CZ65kHePCho/?utm_source=ig_embed&ig_rid=638a3619-381e-491f-ae94-710bb6ca0133

રાખી  સાવંતે આગળ લખ્યું- “હું ખૂબ જ દુઃખી છું કે આ બધું વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા થયું પરંતુ નિર્ણય લેવો પડ્યો. આશા છે કે રિતેશ સાથે બધુ સારું છે. અત્યારે મારે મારા કામ પર ધ્યાન આપવું છે અને મારી જાતને ખુશ અને સ્વસ્થ રાખવાની છે. મને સમજવા અને સપોર્ટ કરવા બદલ આપ સૌનો આભાર.

આ પણ  વાંચો:Video / બન્યા પછી આવું દેખાશે ભવ્ય અને દિવ્ય રામ મંદિર, ટ્રસ્ટે જાહેર કર્યો 3D વીડિયો

તમને જણાવી દઈએ કે રાખી સાવંતે વર્ષ 2019માં રિતેશ સાથેના લગ્નની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે તેનો પતિ ‘NRI’ છે. તે દરમિયાન રાખીએ તેના લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા રિતેશની તેની પહેલી પત્ની અને પુત્ર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રિતેશ સિંહ નામના ટ્વિટર હેન્ડલ પર લગ્ન અને પત્ની અને બાળક સાથેની કેટલીક અસ્પષ્ટ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી.