દિવાળી 2021 / રમેશ તૌરાનીની દિવાળી પાર્ટી, એકતા કપૂરથી લઈને સુનીલ શેટ્ટી સુધીના સ્ટાર્સ પહોંચ્યા

દિવાળી પાર્ટી જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને આયોજિત કરી હતી. પાર્ટીની રોનક વધારવા માટે બોલિવૂડના…

પ્રકાશનો તહેવાર દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સામાન્ય હોય કે ખાસ, દરેક જણ આ ઉજવણીમાં ડૂબેલા રહે છે અને દીપોત્સવના આ તહેવારને પોતપોતાની રીતે ઉજવી રહ્યા છે. આ તહેવારને એકસાથે ઉજવવા માટે, હંમેશની જેમ, સિનેમા જગતના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે પાર્ટી આપી હતી. જેમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ દિવાળી પાર્ટી જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને આયોજિત કરી હતી. પાર્ટીની રોનક વધારવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા, જેમણે મોંઘા ડિઝાઈનર કપડા પહેરીને પાર્ટીમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :યે રિશ્તા ક્યા.. ના આ અભિનેતાએ કર્યા લગ્ન, તમે પણ જુઓ આ ખાસ ફોટો

આ ખાસ અવસર પર એકતા કપૂર પીળા લોગ સૂટમાં જોવા મળી હતી. મીડિયાને જોઈને એકતાએ પણ પોઝ આપ્યા હતા.

દિવાળી પાર્ટી માં ડાયરેક્ટર કબીર ખાન પત્ની મિની માથુર સાથે પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર મિની માથુરે લાલ રંગનો ફ્યુઝન ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

આ ખાસ દિવાળી પાર્ટી પર સુનીલ શેટ્ટી પ્યોર બ્લેકઆઉટફિટમાં પહોંચ્યો હતો. અભિનેતાએ બ્લેક જીન્સ સાથે બ્લેક શર્ટ પહેર્યો હતો.

આ પણ વાંચો : આ જાણીતા અભિનેતાની બગડી દિવાળી, હોસ્પિટલમાં થયા દાખલ, થઈ સર્જરી

આ દિવાળી પાર્ટી ની સામે આવેલી તસવીરોમાં રમેશ તૌરાની બોબી દેઓલ સાથે દેખાયો હતો.

પુલકિત સમ્રાટ આ ખાસ અવસર પર મરૂન અને ગ્રે કોમ્બિનેશન શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે આયુષ શર્મા પણ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો.

યૂલિયા વંતુર પણ પાર્ટીમાં સામેલ થઈ હતી. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન સાડી પહેરી હતી. તસવીરોમાં યૂલિયા પુલકિત સમ્રાટ અને રમેશ તૌરાની સાથે પોઝ આપતી જોવા મળી હતી.

આ પણ વાંચો :દર વર્ષની પરંપરા જાળવી રાખવા શિલ્પા શેટ્ટીએ આ વખતે પણ ઘરે નાસ્તો બનાવ્યો ….

આ પણ વાંચો : ફિલ્મ બાગ બાનના સ્ક્રીન રાઇટર શફીક અંસારીનું નિધન

આ પણ વાંચો :અક્ષય કુમાર-કેટરિના કૈફ સ્ટારર ‘સૂર્યવંશી’નું ગીત ના જા રિલીઝ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment