Not Set/ વિશ્વ પ્રસિદ્ધ છે રામનગરની શસ્ત્ર પૂજા…

વિજયા દશમીના દિવસે પ્રાચીન પરંપરા અનુસાર અહિં શસ્ત્રપૂજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેવા દૂર-દૂરથી લાખોની સંખ્યામાં લોકો એકત્રીત થાય છે

Trending Dharma & Bhakti

શસ્ત્ર શૌર્યથી જોડાયેલા છે.શસ્ત્ર પૂજા હકીકતમાં જોવા જઇએ તો શૌર્યની પૂજા છે. જ્યારે ભારતિય સંસ્કૃતિમાં તો શસ્ત્ર પૂજા ધાર્મિક ભાવના સાથે જોડાયેલી છે. આપણા ત્યાંના દેવી-દેવતાઓએ પણ કોઇને કોઇ શસ્ત્ર ધારણ કરેલા જ છે. રામ પ્રભુનું ધનુષ છે તો ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરે છે. તો વળી ભોળાનાથે ત્રિશુલ ધારણ કરેલું છે. કેટલાક આવાજ ધાર્મિક અને ઐતિહાસિક શસ્ત્રોનો વારસો ધરાવે છે રામનગર. માટે જ રામલીલાની જેમ જ ત્યાંની શસ્ત્ર પૂજા પણ પ્રસિદ્ધ છે.

રાજા રજવાડાનો ઇતિહાસ ધીમે ધીમે એક વસ્તુ વિષય બનીને રહી ગયો છે. છતા આજે પણ બનારસ (વારાસણી)ની જુની રાજધાની રામનગરમાં રાજસી ઠાઠની ઝલક જોવા મળે છે. રાજાઓની શાન શૌકત અને બહાદુરીના કિસ્સા અને અતિ દુર્લભ ઇતિહાસ લઇને આજે પણ ગંગા તટે રામનગરનો વિશાળ કિલ્લો કાશી રાજયની ગૌરવ ગાથાનો મુક પ્રતિબંધ બનીને ઉભો છે. આ કિલ્લાની ઉંચી દિવાલો પાછળ શસ્ત્રકળા અને હસ્તકળાના અકલ્પનીય નમૂના સોનેરી દિવસોની યાદ તાજી કરે છે, બાબા વિશ્વનાથની જેમ જ શ્રદ્ધાસ્પદ ભૂતપૂર્વ કાશીરાજના દર્શન ઉપરાંત દેશ-વિદેશથી લોકો અહીં જે જોવા આવે છે તેમાં કાશીરાજનું શસ્ત્ર-સંગ્રાહલય પણ છે. વિજયા દશમીના દિવસે પ્રાચીન પરંપરા અનુસાર અહિં શસ્ત્રપૂજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા દૂર-દૂરથી લાખોની સંખ્યામાં લોકો એકત્રીત થાય છે. વિજયા દશમીના દિવસે જ્યારે સુર્યાસ્ત થાય છે, ત્યારે સુર્યની અંતિમ કિરણ કિલ્લાના વૈભવશાલી અતીતને યશસ્વી કરે છે. સાંજના એ વાતવરણમાં નવ તોપની સલામી આપવામાં આવે છે અને સમગ્ર રામનગર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે, અને દશેરાની ઉજવણી શરૂ કરવામાં આવે છે. (પહેલાના સમયમાં આ ઉજવણીને કાશીરાજ પૂજન સમારંભ કહેવામાં આવતો) કિલ્લામાં શસ્ત્રપૂજા શરૂ થાય તેની સાથે જ રાજ પરિવારોમાં પણ શસ્ત્રપૂજાની શરૂઆત થાય છે. જો કે રાજ પરિવારમાં થતી પૂજા અંગત હોય છે. જ્યારે રામનગરમાં આ પૂજાઉત્સવ સાર્વજનિક છે.

દોઢથી બે કલાક ચાલનારી આ પૂજા-સમારોહમાં ભૂતપૂર્વ કાશીરાજ કેસરી રંગના ભવ્ય વસ્ત્રો પહેરીને માથા પર કલગી વાળી પાગડી, મોતી માણેકના આભૂષણો ધારણ કરીને લાલ કુમકુમનો ચાંલ્લો અને હાથમાં તલવાર સાથે જ્યારે પૂજા સ્થળ પર આવે છે. ત્યારે ત્યાં હાજર વિશાળ જનસમૂહ હર હર મહાદેવના નાદ સાથે તેમનું સ્વાગત કરે છે. પૂજા સ્થાન પર કલશની સાથે અનેક પ્રકારના શસ્ત્રો રાખેલા હોય છે. જેમાં બંદુક, તલવારો, પિસ્તોલ અને તિર-ધનુષનો સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર સાથે પૂજા શરૂ કરવામાં આવે છે. તે સમયે નવ તોપ અને પૂજા પછી નવ તોપની સલામી પૂરા વાતાવરણમાં ગુંજી ઉઠે છે. આ શસ્ત્રોગારમાં મહારાજા બલવંતસિંહના સમયથી જ અસ્ત્રનો સંગ્રહ કરવામાં આવતો હતો. જેમાં ઘણી બધી તલવારો અને અન્ય અસ્ત્ર રત્નજડીત છે. આ ઉપરાંત પણ રત્ન જડીત મ્યાન અને મૂઠવાળી અમુલ્ય તલવારો જોવી પણ એક લહાવો છે. રત્ન, સોના અને ચાંદીની સાથે હાથી દાંતના ઘણા કલાત્મક શસ્ત્રાશસ્ત્રોનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે.

રામનગરના મહારાજા ક્ષત્રિત ન હતા અને તેમને દ્રિજરાજથી સંબોધિત કરવામાં આવતા. છતા પણ પોતાના રાજધર્મ અને પ્રજાની રક્ષાનું દાયત્વ તેમને શરૂઆતથી જ સંભાળ્યુ હતુ. ઇ.સ 1738માં મહારાજા મનસારામથી આ રાજ પરિવારના ઇતિહાસની શરૂઆત થઇ હતી. ત્યારથી આ પરિવારે કાશીની સંસ્કૃતિ અને પરંપરાના રક્ષમ માટે જે ભૂમિકા નિભાવી છે તે ઇતિહાસના ચોપડે આલંકીત છે. અને આ પરંપરાનું મહત્વપુર્ણ આયોજન છે આ શસ્ત્રપૂજા જે લાખો મેદનીની વચ્ચે દશેરાના દિવસે કરવામાં આવે છે.