મની લોન્ડરિંગ કેસમાં ચાર વર્ષ જુના ડ્રગ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં બાહુબલી ફેમ રાણા દગ્ગુબતી ED ઓફિસ પહોંચ્યો છે. જણાવી દઈએ કે 3 સપ્ટેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ અભિનેત્રી રકુલ પ્રીતની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. પુરી જગન્નાથને 31 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં 2 સપ્ટેમ્બરના રોજ ચાર્મેમ કૌરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :સલમાન ખાનની ફિલ્મ અંતિમ : ધ ફાઇનલ ટ્રુથના પહેલા સોંગ વિઘ્નહર્તાનું ટીઝર રિલીઝ
જણાવી દઈએ કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રકુલપ્રીત, રાણા દગ્ગુબતી સહિત 12 સેલિબ્રિટીઓને નોટિસ ફટકારી હતી. વર્ષ 2017 માં ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા 12 સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાણાની પણ કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવશે.
#ranadaggubati at ED office in Hyderabad pic.twitter.com/XQiTzTHhqY
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 8, 2021
તેલંગણાના પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગે 2 જુલાઇ, 2017 ના રોજ LSD અને MDMA જેવા માદક પદાર્થોની દાણચોરીના આરોપમાં સંગીતકાર કેલ્વિન માસ્કરેન્હાસ સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને એક નાર્કોટિક્સ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ, ડ્રગ હેરફેર સાથે જોડાયેલા કેટલાક કેસ નોંધાયા અને 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી.
આ પણ વાંચો :મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર
અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેંગના ગ્રાહકોમાં શહેરની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, બહુરાષ્ટ્રીય કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ અને સાયબેરાબાદમાં આઈટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ સહિત આશરે 1,000 લોકો સામેલ હતા. આ સંબંધમાં પકડાયેલા લોકોની પૂછપરછ દરમિયાન તેલુગુ ફિલ્મ ઉદ્યોગની કેટલીક હસ્તીઓના નામ સામે આવ્યા હતા.
તેલંગાણાના પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ડ્રગ્સના કથિત સંબંધોની પણ તપાસ કરી અને અભિનેતાઓ અને દિગ્દર્શકો સહિત ટોલીવુડ સાથે સંકળાયેલા 11 લોકોની પૂછપરછ કરી.
આ પણ વાંચો :અક્ષય કુમારની માતાનું નિધન, મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ED એ તેલુગુ સિનેમા હસ્તીઓને સમન્સ પાઠવ્યા હતા જેમની SIT અને કેટલીક અન્ય એજન્સીઓ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, રાણાની તે સમયે SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો :સલમાન ખાને કઇ ગેમ વિરૂદ્વ કરી અરજી, કોર્ટે કેમ આપ્યું પ્રતિબંધનો આદેશ જાણો..
આ પણ વાંચો :સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ‘ભૂત પોલીસ’ની ફિલ્મ આ તારીખે જોવા મળશે
