IPL 2021 / ટૂર્નામેન્ટ મુલતવી થયા બાદ RCB નું સામે આવ્યુ મોટું નિવેદન, જાણો શું કહ્યુ?

બીસીસીઆઇએ મંગળવારે આઈપીએલ 2021 પર મોટી જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, આઈપીએલ 14 ની સીઝન તાત્કાલિક અસરથી મુલતવી રાખવામાં આવી છે. આઇપીએલ બાયો-બબલમાં વધુ કોવિડ-19 પોઝિટિવ કેસ બહાર આવ્યા બાદ સોમવારે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ કહ્યું છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 નાં ​​મુલતવી થયા પછી, તેમની ટીમનાં ખેલાડીઓને સલામત ઘરે પરત મોકલવા માટે બીસીસીઆઈ સાથે મળીને કામ કરશે.

IPL 2021 / IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

આપને જણાવી દઇએ કે, દેશભરમાં કોરોનાએ પોતાનો કેર વરસાવ્યો છે. આ કોરોનાવાયરસે હવે આઈપીએલને પણ પૂરી રીતે પ્રભાવિત કર્યો છે. જણાવી દઇએ કે, આઈપીએલમાં કોરોનાવાયરસનાં કેસ વધતા આખરે બીસીસીઆઈએ આ ટૂર્નામેન્ટને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. જે બાદ આરસીબીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આઈપીએલમાં અમારા માટે દરેકની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આરસીબી લીગ મુલતવી રાખવાના બીસીસીઆઈનાં નિર્ણયને સમર્થન આપે છે. સામેલ ખેલાડીઓની સલામત પરત સુનિશ્ચિત કરવા અમે બીસીસીઆઈ સાથે મળીને કામ કરીશું. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક તાકીદની બેઠકમાં આઈપીએલ જીસી અને બીસીસીઆઇએ સર્વસંમતિથી તાત્કાલિક અસરથી આઈપીએલ 2021 સીઝન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદનાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનાં લેગ સ્પિનર ​​અમિત મિશ્રા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતુ. મંગળવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે હૈદરાબાદ તેની આગામી મેચ મુંબઇ ઇન્ડિયન્સ સામે 14 મી સીઝનમાં રમવાની હતી. પરંતુ હવે આ મેચ પણ નહીં થાય. સાહા પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સનાં વરૂણ ચક્રવર્તી અને ઝડપી બોલર સંદીપ વોરિયર જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને ટીમ બસ ક્લીનર પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.

ક્રિકેટ / ICC એ જાહેર કરી રેન્કિંગ, વન ડે રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ બન્યુ નંબર વન, ટીમ ઈન્ડિયાને થયુ નુકસાન

બીસીસીઆઈએ વધુમાં કહ્યું છે કે, આઈપીએલનાં આયોજનમાં સામેલ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય સહભાગીઓની સલામતી સાથે કોઈ પણ સમાધાન કરવા માંગતું નથી. આ નિર્ણય તમામ હિતધારકોની સલામતી, આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભારતીય બોર્ડે કહ્યું કે, આ મુશ્કેલ સમય છે, ખાસ કરીને ભારતમાં અને આવી સ્થિતિમાં, આપણે થોડી હકારાત્મકતા અને ઉત્સાહ લાવવાની કોશિશ કરી છે. જો કે, તે મહત્વપૂર્ણ છે કે ટૂર્નામેન્ટ હવે સસ્પેન્ડ કરવામાં આવી છે અને આવા સમયે દરેકને તેમના પરિવાર અને પ્રિયજનો પાસે પાછા જવું જોઈએ. આઈપીએલ 2021 માં, બીસીસીઆઈ તમામ સહભાગીઓ માટે સલામત અને સુરક્ષિત માર્ગની ખાતરી કરવા માટે પોતાની શક્તિનો સંભવ ઉપયોગ કરશે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery