ટેલીવૂડ/ ‘અનુપમા’ના સેટ પર શૂટિંગ દરમિયાન બેભાન થઈ રૂપાલી ગાંગુલી ? વિડીયો વાયરલ, જાણો શું થયું હતું

એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ના સેટ પર શૂટિંગ કરતી વખતે બેહોશ થઈ ગઈ હતી. આ શો હાલમાં સિલ્વાસામાં શૂટ થઈ રહ્યો છે.’અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનારી રૂપાલી ગાંગુલી

Trending Entertainment

એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ના સેટ પર શૂટિંગ કરતી વખતે બેહોશ થઈ ગઈ હતી. આ શો હાલમાં સિલ્વાસામાં શૂટ થઈ રહ્યો છે.’અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનારી રૂપાલી ગાંગુલી તાજેતરમાં કોરોનાને હરાવીને શૂટિંગ માટે પરત ફરી હતી. હાલમાં જ તે સેટ પર એક સીન શૂટ કરતી વખતે બેહોશ થઈ ગઈ હતી. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

Rupali Ganguly fainted during shoot on set of 'Anupamaan'? Video going viral - India News Republic

અહીં તમને જણાવી દઇએ કે રૂપાલી ગાંગુલી ખરેખર એકદમ બેહોશ નહોતી થઈ, તેના બદલે તે એક સીનનું શૂટિંગ કરી રહી હતી. સીનમાં રૂપાલી ગાંગુલી બગીચામાં છે અને અચાનક ચક્કર આવે છે એવું દર્શાવવામાંઆવ્યું છે.  રૂપાલી ગાંગુલીની આ આખી ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ છે.

https://www.instagram.com/p/COHnSrFhpif/?utm_source=ig_web_copy_link

આ વીડિયોને પ્રખ્યાત ફિલ્મ અને ટીવી ડિરેક્ટર રોમેશ કાલરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (રોમેશ કાલરા ઇન્સ્ટાગ્રામ) પર શેર કર્યો છે. રોમેશ કાલરા હાલમાં રાજન શાહીના શો ‘અનુપમા’ માં કામ કરી રહ્યા છે. તેણે આ સીન શૂટ કર્યો છે.આ સીરિયલના આગામી એપિસોડમાં એવું બતાવવામાં આવે છે કે અનુપમાને ટ્યુમર થયું છે.

Anupamaa stars Rupali Ganguly, Sudhanshu to resume shoot? Madalsa Sharma reacts - Television News

સિલવાસામા ચાલી રહ્યું હતું ‘અનુપમા’નું શૂટિંગ

અનુપમાની શૂટિંગ સિલવાસા ખાતે ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારના શૂટિંગ બંધ છે. ત્યારબાદ ઘણી બધી ટીવી સીરીયલ અલગ અલગ જગ્યા પર છે અને શૂટિંગ કરી રહી છે. જેથી રૂપાલી હાલમાં કોરોનામાંથી સાજી થઈ છે અને સેટ પર શૂટિંગ માટે પરત ફરી છે. સેટ પર આ સીરિયલના ઘણા બધા કલાકારો પણ કોરોનાની ઝપેટે ચડે ગયા હતા. ત્યારે આવો સીન દેખાડવામાં આવતા અનુપમાના ચાહકોમાં તેના માટે ચિંતા પ્રસરી ગઇ હતી.

https://www.instagram.com/p/COFkfTNhnT8/?utm_source=ig_web_copy_link