સૈફ અલી ખાન પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહ્યો છે. સૈફે બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા, જ્યારે કરીના કપૂર તેની બીજી પત્ની છે.
સૈફ અલી ખાન પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહ્યો છે. સૈફે બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા, જ્યારે કરીના કપૂર તેની બીજી પત્ની છે. અમૃતા સિંહથી છૂટાછેડા બાદ સૈફ અલી ખાને પોતાની સમસ્યા વ્યક્ત કરતા કહ્યું કે હું શાહરૂખ ખાન નથી.. આટલા પૈસા ક્યાંથી લાવીશ.
આવો જાણીએ સમગ્ર મામલો

સૈફ અલી ખાને વર્ષ 1991માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો હતા. 2004માં આ સંબંધ તૂટી ગયો અને બંને એકબીજાથી છૂટાછેડા લીધા બાદ અલગ થઈ ગયા.

અમૃતા સિંહથી છૂટાછેડા પછી સૈફ અલી ખાને ધ ટેલિગ્રાફને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે છૂટાછેડા પછી તેણે મોટી રકમ ખર્ચી છે.

પોતાની આર્થિક તંગી અને અમૃતા સિંહને ભરણપોષણ આપવાની વાત કરતા સૈફે કહ્યું કે મારે અમૃતાને 5 કરોડ રૂપિયા આપવાના છે.

સૈફે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી તેનો પુત્ર 18 વર્ષનો ન થાય ત્યાં સુધી તે દર મહિને 1 લાખ રૂપિયા ચૂકવશે.

પોતાની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં સૈફે કહ્યું હતું કે હું શાહરૂખ ખાન નથી, આટલા પૈસા ક્યાંથી લાવીશ. તેણે કહ્યું હતું કે મેં જાહેરાતો, સ્ટેજ શો અને ફિલ્મોમાંથી જે કમાણી કરી છે તે મારા બાળકોને આપી રહ્યો છું. મારી પાસે હવે પૈસા નથી.

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા બોલિવૂડના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક છે. છૂટાછેડા પછી સૈફે વર્ષ 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.
