બોલીવુડ/ સલમાન ખાને તેની રિલેશનશિપને લઈ કર્યો ખુલાસો, જાણો કોણ છે હસીના ?

લોકોને  સલમાન ખાનના લગ્ન અને સંબંધોમાં ઘણો રસ છે. તે ઘણીવાર પોતાની લવ લાઈફની મજાક ઉડાવે છે. બિગ બોસ 15 ના સ્પેશિયલ ઇવેન્ટ દરમિયાન તેણે આવું જ કંઈક કર્યું હતું.

Entertainment

લોકોને  સલમાન ખાનના લગ્ન અને સંબંધોમાં ઘણો રસ છે. તે ઘણીવાર પોતાની લવ લાઈફની મજાક ઉડાવે છે. બિગ બોસ 15 ના સ્પેશિયલ ઇવેન્ટ દરમિયાન તેણે આવું જ કંઈક કર્યું હતું. તે 2010થી  માં બિગ બોસ સીઝન 4 થી આ શોને હોસ્ટ કરી રહ્યો છે. તેણે બિગ બોસ સાથે એક દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. સલમાન ખાને તેને પોતાની સૈથી લાંબી રિલેશનશિપ ગણાવી હતી.

કેટલાક સંબંધો તો… 
બિગ બોસ 15 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ગુરુવારે સાંજે એક ખાસ મીડિયા ઇવેન્ટ દરમિયાન સલમાન ખાને એક ખાસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાને કહ્યું હતું કે, બિગ બોસ સાથેનો મારો સંબંધ કદાચ એકમાત્ર એવો છે જે આટલો લાંબો સમય ટક્યો છે. કેટલાક સંબંધો, હવે હું શું કહું, તેમને રહેવા દો. પરંતુ બિગ બોસે મારા જીવનમાં ઘણી હદે સ્થિરતા લાવી. જો કે કેટલીકવાર આપણે તે 4 મહિના માટે આંખે આંખે જોઈ શકતા નથી પરંતુ જ્યારે આપણે અલગ થઈએ છીએ ત્યારે અમે ફરીથી મળવાની રાહ જોતા હોઈએ છીએ.

સલમાનનું ગીત યાદ આવ્યું
આ વર્ષે શોની જંગલ થીમ વિશે વાત કરતા સલમાન ખાને કહ્યું, “આ સિઝને મને જંગલ હૈ આધી રાત  હૈ” ગીતની યાદ અપાવી. સુલતાન વાળું દંગલ નથી કે નથી દંગલ વાળું દંગલ. આ શોમાં એક અલગ જ દંગલ જોવા મળશે. જંગલમાં, 250 કેમેરા દરેક ક્ષણ પર નજર રાખશે, એક પાંદડું પણ હલનચલન કરી શકશે નહીં. આ વખતે બિગ બોસ 15 પાંચ મહિના સુધી ચાલી શકે છે.

https://www.instagram.com/p/CS6i35MARvk/?utm_source=ig_embed&ig_rid=f76ef0a1-d1b5-40a7-a329-06e4b8dccec6

 

કહ્યું ધીરજની કસોટી છે
સલમાને કહ્યું, મને શો ગમે છે. મને આમાંથી ઘણું શીખવા મળે છે. આમાં મારી નિપુણતા ચકાસવામાં આવે છે. દર વખતે હું ગુસ્સો કરું ચુ મને લાગેછે મારે આવું નોહ્તું કરવા જેવું. તે પછી હું ધીરજ રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું.

Technology / Nokia G50 5G  સ્માર્ટફોન લોન્ચ થયો, બજેટમાં છે ઘણો સસ્તો

Technology / Galaxy F શ્રેણીનો પહેલો5G ફોન ભારતમાં 29 સપ્ટેમ્બરે લોન્ચ થશે

launched / Audiએ ભારતમાં ઈ-ટ્રોન જીટી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી, તેને વારંવાર ચાર્જ કરવામાંથી મળશે મુક્તિ