Bollywood/ મુંબઈ એરપોર્ટ પર જુહી ચાવલાની ખોવાઈ એયરિંગ, ટ્વીટ કરી કહ્યું કંઇક આવું…

રવિવારે પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલા સાથે એક ઘટના બની જે પછી તે લોકો પાસેથી મદદ માંગી રહી છે. આ મદદ માટે તેમણે ટ્વીટ પણ કર્યું છે, જેના પર યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Entertainment

રવિવારે પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલા સાથે એક ઘટના બની જે પછી તે લોકો પાસેથી મદદ માંગી રહી છે. આ મદદ માટે તેમણે ટ્વીટ પણ કર્યું છે, જેના પર યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. અભિનેત્રીનું આ ટ્વિટ તેની ડાયમંડ એયરિંગ સાથે જોડાયેલું છે જે મુંબઈ એરપોર્ટ પર ખોવાઈ ગઈ છે.

જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર ડાયમંડ એયરિંગની તસવીર પણ શેર કરી છે અને લોકોને તે શોધવામાં મદદ માટે કહ્યું  છે. આ સિવાય અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે તે ઈનામ આપવા પણ તૈયાર છે. જુહીએ ટ્વીટ કર્યું- ‘સવારે હું મુંબઇ એરપોર્ટના 8 નંબરના ગેટ પર જઈ રહી હતી. મેં ઇમિરેટસ કાઉન્ટર પર સાઇન ઇન કર્યું. સિક્યુરિટી ચેક થયું, પરંતુ તે દરમિયાન મારી ડાયમંડ એરિંગ ક્યાંક પડી ગઈ. કૃપા કરીને મને આ એયરિંગ શોધવામાં સહાય કરો. તમે પોલીસને જાણ કરશો. આ માટે હું તમને ઈનામ પણ આપીશ. આ મારી મેચિંગ પીસ છે. હું પાછલા 15 વર્ષથી તેને સતત પહેરું છું. કૃપા કરીને મને આ ડાયમંડ એયરિંગ શોધવા મદદ કરો. ‘

જુહી ચાવલાની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જુહી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને કંઈક ના કંઇક પોસ્ટ કરતી રહે છે. ગયા મહિનાની શરૂઆતમાં જુહી ચાવલાએ એરપોર્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો દ્વારા જુહીએ એરપોર્ટની સ્થિતિ ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં અભિનેત્રીએ તે સમયે ટિ્‌વટ કર્યું હતું – ‘એરપોર્ટ અને સરકારી અધિકારીઓને વિનંતી છે કે તરત જ એરપોર્ટ પર આરોગ્ય ક્લિયરન્સમાં વધુ લોકોને તહેનાત કરવા અને કાઉન્ટરો મૂકવા, વિમાનમાં ઉતર્યા પછી કલાકોમાં ફસાયેલા તમામ મુસાફરો છે. તે દયનીય, શરમજનક પરિસ્થિતિ છે. ‘

આ સિવાય જુહીએ ફ્લાઇટની અંદરથી બીજી એક તસવીર શેર કરી હતી જેમાં તે ફેસ શિલ્ડ લગાવીને બેઠી હતી. આ તસવીર શેર કરતી વખતે અભિનેત્રીએ ટ્વીટ કર્યું – “આમ તો કાર્બન ડાયોક્સાઇડથી સુરક્ષિતથી જ સફોકેટેડ મહેસુસ કરી રહી છું, આનાથી જે પ્લાસ્ટિક પોલ્યુશન થાય છે તેનું  શું?”

વ્હાઈટ સાડીમાં મૌની રોયે સોશિયલ મીડિયા પર વરસાવ્યો કહેર, જુઓ લેટેસ્ટ ફોટો

પુનીત પાઠકે શાહરૂખ ખાનના સોંગ પર પત્ની સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો પુનિત પાઠક, નિધિ મુનિ સિંહ સાથે લીધા સાત ફેરા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…