Entertainment News/ બાબા નીમ કરોલી પર બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મે અનુપ્રિયા નાગરને કરી દીધા માલામાલ, કમાયા 132 કરોડ

લંડનની નોકરી છોડીને બાબા નીમ કરોલી પર ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) ફિલ્મ બનાવનાર અનુપ્રિયા નાગરની ફિલ્મે 33 દિવસમાં 132 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે.

Entertainment
Hanuman Ansh A box office blast

Entertainment News : જે ફિલ્મને રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસના પંડિતોએ ‘ફ્લોપ’ જાહેર કરી દીધી હતી, તે ફિલ્મ ‘હનુમાન અંશ’  (Hanuman Ansh) એ થિયેટર્સમાં રિલીઝ થઈને કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 33 દિવસના ટૂંકા ગાળામાં 132 કરોડથી વધુનું કલેક્શન કરીને આ ફિલ્મે વિવેચકોને ચોંકાવી દીધા છે. આ આધ્યાત્મિક ફિલ્મની અદભુત સફળતા પાછળ નિર્માતા અનુપ્રિયા નાગરની અડગ આસ્થા અને સાહસની એક પ્રેરણાદાયી વાર્તા છુપાયેલી છે.

Hanuman Ansh : દિવ્ય પ્રેરણાથી લંડનની નોકરી અને બચત દાવ પર લગાવી

અનુપ્રિયા નાગર (Anupriya Nagar) લંડનમાં એક શાનદાર કોર્પોરેટ નોકરી કરી રહી હતી. પરંતુ આધ્યાત્મિક ગુરુ બાબા નીમ કરોલી (Baba Neem Karoli) પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધાએ તેમને એક નવો જ માર્ગ બતાવ્યો. બાબાના જીવન અને મહિમાને સ્ક્રીન પર લાવવા માટે અનુપ્રિયાએ લંડનની સેટલ લાઈફ અને લાખોનો પગાર છોડી દીધો. એટલું જ નહીં, ફિલ્મ બનાવવામાં તેમણે પોતાની આખી જિંદગીની જમાપુંજી રોકી દીધી હતી.

બાબા નીમ કરોલીના આશ્રમનો અનુભવ કર્યો શેર

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અનુપ્રિયાએ ફિલ્મ નિર્માણ દરમિયાન થયેલા દિવ્ય અનુભવો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે નિર્માણ દરમિયાન આર્થિક અને માનસિક તણાવ ખૂબ હતો, પરંતુ ઉત્તર પ્રદેશના અકબરપુર સ્થિત બાબાના જન્મસ્થળ અને આશ્રમની મુલાકાતે જતાં જ તેમને એક અદભુત શાંતિનો અહેસાસ થયો હતો. ત્યાં તેમણે બાબા સાથે સમય વિતાવનારા સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી અને બાબાના આશીર્વાદથી ફિલ્મ દરેક વિઘ્નો પાર કરી શકી.

દર્શકોના માઉથ પબ્લિસિટીએ અપાવી ઐતિહાસિક સફળતા

કોઈ મોટા સ્ટારકાસ્ટ વગર બનેલી આ સસ્પેન્સ-સ્પિરિચ્યુઅલ ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ મળ્યો છે. ‘વર્ડ ઓફ માઉથ’ ના જોરે આ ફિલ્મે બજેટ કરતા અનેક ગણી વધુ કમાણી કરીને સાબિત કરી દીધું છે કે સાચા સમર્પણ અને પાવરફુલ કન્ટેન્ટ સામે ગમે તેવી મોટી ફિલ્મો પણ ઝૂકી જાય છે.


આ પણ વાંચો :વિજય સાળગાંવકર ફરી ફસાયો? ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું વિસ્ફોટક ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો :ફેક પ્રેગ્નેન્સી અને બેબી બમ્પ પર ઉઠતા સવાલો સામે દીપિકા પાદુકોણનું ટ્રોલર્સને ચુપકીદીથી જવાબ

આ પણ વાંચો :શરત સક્સેનાની ગંભીર સર્જરી પહેલાં MRI, 4 તસવીરો જોઈ ફેન્સ ચિંતિત