બોલીવુડ / સલમાન ખાનની પત્ની અને 17 વર્ષની પુત્રી દુબઇમાં છે : યુઝર

ભારતમાં દરેક જાણે છે કે તમે તમારી પત્ની નૂર અને 17 વર્ષની પુત્રી સાથે દુબઈમાં છો. ભારતની જનતાને ક્યાં સુધી મુર્ખ બનાવશો.


બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને ઈન્ડસ્ટ્રીમાં ઘણી પ્રસિદ્ધિ અને સંપત્તિ મેળવી છે. ઇન્ડસ્ટ્રીમાં તેમની મિત્રતા વિશે દરેક જણ જાણે છે. સલમાનનું નામ ઘણી બોલિવૂડ સુંદરીઓ સાથે પણ સંકળાયેલું છે પરંતુ કોઈની સાથે પણ તેના સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યા નથી. સલમાન ખાન વિશે દરેકના મનમાં એક જ સવાલ રહે છે કે તે ક્યારે લગ્ન કરશે. છેલ્લા ઘણા વર્ષોથી સલમાન ખાનને આ સવાલ પૂછવામાં આવતા હતા, પરંતુ દર વખતે સલમાન વાંકા જવાબો આપીને વાતને ફેરવી નાખે છે.

યુઝરે કહ્યું કે સલમાનની પત્ની અને બાળકો છે

તાજેતરમાં જ કોઈ યૂઝરે તેમને કહ્યું કે તેનું એક સિક્રેટ ફેમિલી છે જે ભારત નહીં દુબઈમાં રહે છે. આપને જણાવી દઈએ કે સલમાન તેના ભાઈ અરબાઝ ખાનના ટોક શોની નવી સીઝનમાં પહોંચ્યો હતો. શોના ફોર્મેટ પ્રમાણે અરબાઝના મહેમાનોએ લોકોના ટ્વીટ વાંચવા પડશે અને તેમને જવાબ આપવો પડશે. હવે એક યુઝરે સલમાન ખાન વિશે આવી ટ્વીટ કરી હતી, જેનાથી સલમાન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જો કે, તેમણે આ ટિપ્પણી પર પણ જવાબ આપ્યો.

અરબાઝ ખાને વાંચેલી ટિપ્પણીમાં લખ્યું છે, ‘કાયર ક્યાં છુપાયેલો છે. ભારતમાં દરેક જાણે છે કે તમે તમારી પત્ની નૂર અને 17 વર્ષની પુત્રી સાથે દુબઈમાં છો. ભારતની જનતાને ક્યાં સુધી મુર્ખ બનાવશો. સલમાનને આ સાંભળીને પ્રથમ આશ્ચર્ય થયું અને પછી તેણે પૂછ્યું, ‘આ કોના માટે છે?’ તો યુઝરે કહ્યું – સલમાન ખાનની પત્ની અને 17 વર્ષની પુત્રી દુબઇમાં છે, દબંગ ખાને કહ્યું – ભાઈ મારી પત્ની …

 આ પછી અરબાઝે કહ્યું કે આ ટિપ્પણી ફક્ત સલમાન માટે કરવામાં આવી છે. આ અંગે સલમાને કહ્યું, ‘લોકો મારા વિષે ઘણું જાણે છે.  બેવકૂફ લોકો.  હું જાણતો નથી કે કોના વિશે વાત કરી અને કોને પોસ્ટ કર્યું છે. પરંતુ તે જે પણ છે તે મને લાગે છે કેમારે જવાબ આપવો જોઈએ. ભાઈ, મારી કોઈ પત્ની નથી. હું ભારતમાં રહું છું, 9 વર્ષની ઉંમરેથી ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહું છું. હું આ માણસને જવાબ આપવા નથી જઈ રહ્યો, પણ  આખી દુનિયા જાણે છે કે હું ક્યાં રહું છું.

સલમાન ખાનના લગ્નના પ્રશ્ને માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ ખૂબ ઉત્સાહિત છે. બિપાશા બાસુ અને કરણના લગ્ન પ્રસંગે પણ સલમાનને જ્યારે લગ્ન કરવા અંગે  પૂછવામાં આવ્યું હતું, જેના પર તેણે  પત્રકારને પહેલા તેના લગ્ન વિશે જણાવવાનું કહ્યું.

સલમાનનું નામ ઐશ્વર્યા, સંગીતા બિજલાની, સોમી અલી, કેટરિના કૈફ અને યુલિયા સાથે સંકળાયેલું છે. આ દિવસોમાં સલમાન તેની આગામી ફિલ્મો વિશે જ ચર્ચામાં છે. સલમાન ટૂંક સમયમાં ‘ટાઇગર 3’ અને ‘એન્ટિમ: ધ ફાઈનલ ટ્રુથ’ ફિલ્મોમાં જોવા મળશે.


More Stories


Top Stories

Photo Gallery

Entertainment