કોરોના મહામારીએ ફરી એકવાર માથું ઉચક્યું છે. ત્યારે આવામાં લોકોને સાવચેતી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. વળી, કોરોના વાયરસથી બચવામાં માટે કોવિડ -19 રસી લગાવવામાં આવી રહી છે. જેના કારણે ઘણા બોલિવૂડ સેલેબ્સને કોવિડ -19 રસી લગાવી છે. હેમા માલિની, રાકેશ રોશન અને પરેશ રાવલ બાદ હવે અભિનેતા સંજય દત્તને કોવિડ -19 રસી લગાવતા ફોટો શેર કર્યો છે. સંજય દત્તે રસીનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. અભિનેતાએ મુંબઈના બીકેસી જંબો રસીકરણ કેન્દ્રમાં જઈને રસી મુકવી છે.
સંજય દત્તે રસી લગાવતા ફોટો ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યું – ‘બીકેસી રસી કેન્દ્રમાં આજે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો. હું ડોક્ટર અને તેની આખી ટીમને આ અદભૂત કામ કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું. મને તેમના અને તેમની મહેનત માટે ખૂબ પ્રેમ અને આદર છે. જય હિન્દ! ‘
આ પણ વાંચો :જ્યારે પહેલી વખત ઇમરાન હાશ્મીનો કિસિંગ સીન જોઇને પત્નીએ તેના હાથ પર કર્યુ હતુ આવું…
Mumbai: Actor Sanjay Dutt received his first dose of the COVID19 vaccine at the BKC Jumbo vaccination centre, today pic.twitter.com/GPHY9oEUTe
— ANI (@ANI) March 23, 2021
ગયા વર્ષે સંજય દત્તને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને તેની સારવાર કરાવવામાં આવી હતી. ઓક્ટોબર 2020 માં સંજય દત્તે તેના ચાહકોને જાણ કરી કે તે કેન્સર મુક્ત થઈ ગયો છે. કેન્સર મુક્ત બન્યાના લગભગ એક મહિના પછી, અભિનેતાએ ફિલ્મ્સનું શૂટિંગ પણ શરૂ કરી દીધું. સંજય દત્તે ‘કેજીએફ: ચેપ્ટર 2’ માટે શૂટ કર્યું હતું. આ એક કન્નડ ફિલ્મ છે. સંજય દત્ત આ ફિલ્મ દ્વારા કન્નડ ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યો છે.
આ પણ વાંચો :યુવા દિલોની ધડકન બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સંજય દત્ત પહેલાં, ઘણા સ્ટાર્સે કોરોના રસી મુકવી હતી. આ સ્ટાર્સમાં ધર્મેન્દ્ર, હેમા માલિની, મોહનલાલ, પરેશ રાવલ, જીતેન્દ્ર, કમલ હાસન, નાગાર્જુન, અનુપમ ખેર, સતિષ શાહ, નીના ગુપ્તા, રાકેશ રોશન અને જોની લિવર શામેલ છે.
