Transfer/ ચૂંટણી ટાણે વડોદરા અને સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી

કમિશનર, બી એન પાની ની બદલી કરવામાં આવી છે.

આ બંને એક જ બેચના આઈએએસ ઓફિસર છે. અને બંનેની આંતરિક બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જ્યારે બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે. 

Top Stories Gujarat Others

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અધિકારીઓની બદલી પણ મોટા પાયે થઇ છે. ત્યારે ગુજરાતના બે મોટા મહાનગરના મ્યુનિસિપલ કમિશનરની બદલી પણ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ અને સુરતના મ્યુનિસિપલ કમિશનર, બી એન પાની ની બદલી કરવામાં આવી છે.

આ બંને એક જ બેચના આઈએએસ ઓફિસર છે. અને બંનેની આંતરિક બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જ્યારે બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે.

ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જો ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી. જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે.