Not Set/ શમિતા શેટ્ટીએ માતા સુનંદાને પૂછ્યું, ‘શું રાકેશ બાપટ હજુ પણ મારો…

શમિતા શેટ્ટીને તેના મમ્મી સુનંદા શેટ્ટી સાથે વાત કરવાની તક મળી હતી. મા-દીકરીએ એકબીજા સાથે પ્રેમ અને આનંદની આપ-લે કરી હતી.

Entertainment
શમિતા

‘બિગ બોસ 15’ના ગ્રાન્ડ ફિનાલેના બે અઠવાડિયા પહેલા, શોના નિર્માતાઓએ બિગ બોસના સ્પર્ધકોને તેમના પરિવાર સાથે માળાવ્યાં હતા. ઘરમાં હાજર તમામ સ્પર્ધકોએ તેમના પ્રિયજનો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન શમિતા શેટ્ટીને તેના મમ્મી સુનંદા શેટ્ટી સાથે વાત કરવાની તક મળી હતી. મા-દીકરીએ એકબીજા સાથે પ્રેમ અને આનંદની આપ-લે કરી હતી. ત્યારે સુનંદા શેટ્ટીએ તેમની દીકરીને કહ્યું હતું કે, તેમની પાસે તેને આપવા માટે મહત્વપૂર્ણ મેસેજ છે. ‘રાકેશ તને મિસ કરી રહ્યો છે અને તને ખૂબ બધો પ્રેમ મોકલ્યો છે’. શરૂઆતમાં શમિતા શેટ્ટી રાકેશનું નામ સાંભળવાનું ચૂકી ગઈ હતી અને મમ્મી પૂછ્યું હતું કે ‘કોણ?’.

આ પણ વાંચો : જંગલી પ્રાણીઓ જોવા રણથંભોર પહોંચ્યો અક્ષય કુમાર, દીકરી નિતારા સાથે ગાયને ખવડાવ્યો ચારો 

રાકેશ બાપટનું નામ સાંભળતા જ શમિતા શેટ્ટીના ચહેરા પર અનોખી ચમક આવી ગઈ હતી અને કહ્યું હતું ‘હું પણ તેને મિસ કરી રહી છું, મારો પ્રેમ તેને મોકલજે’. શમિતાએ બાદમાં મજાકમાં મમ્મીને પૂછ્યું હતું કે ‘મને તો નવાઈ લાગી રહી હતી…શું રાકેશ હજી પણ મારો બોયફ્રેન્ડ છે?. ત્રણ મહિના થઈ ગયા છે’. તેના પર સુનંદા શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે તેણે રાજીવ થકી કેટલાક મેસેજ મોકલાવ્યા હશે’. તો રાજીવે કહ્યું હતું ‘તેણે પ્રેમ, કિસ અને હગ મોકલ્યું છે’.

આપને જણાવી દઈએ કે, શમિતા-રાકેશની મુલાકાત બિગ બોસ ઓટીટી દરમિયાન થઈ હતી. આ પછી બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા અને અહીંથી જ તેમના પ્રેમની ચર્ચા શરૂ થઈ. જોકે રાકેશ તાજેતરમાં જ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ‘બિગ બોસ 15’ ઘરમાં પ્રવેશ્યો હતો, પરંતુ મેડિકલ ઈમરજન્સીને કારણે તેને અધવચ્ચેથી જ જવું પડ્યું હતું. જણાવી દઈએ કે, ઘરની બહાર હોય ત્યારે રાકેશ સતત શમિતાને ટેકો આપતા જોવા મળે છે.

આ પણ વાંચો :લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય ઘરમાં થઈ રહી છે શિવની પૂજા, બહેન આશા ભોંસલેએ લોકોને કરી આ અપીલ

 બિગ બોસના ઘરમાં થયેલા ઈમોશનલ રિયુનિયની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી જે તેના મમ્મીની બાજુમાં બેઠી હતી, તે પોતાનો ચહેરો બતાવી શકી નહોતી પરંતુ કહ્યુ હતું કે ‘નિશાંત, પ્રતીક અને રાખી તમે અદ્દભુત છો. રાખી તું ભીડાવવાનું બંધ કર’, આ વાત પર તમામ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત ઘણીવાર શમિતા શેટ્ટીનું નામ કરણ કુંદ્રા સાથે જોડતી રહે છે.

આ પણ વાંચો :અનુરાગ કશ્યપે “સેક્રેડ ગેમ્સ 3″ને લઈ કર્યો ખુલાસો, કહ્યું – હું FIR નોંધાવીશ

આ પણ વાંચો :300 કરોડના ક્લબમાં સામેલ થઇ “પુષ્પા”, અમૂલ પોસ્ટરમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના

આ પણ વાંચો :અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનું બ્રેકઅપ,લગ્નના 18 વર્ષ પછી છૂટાછેડા