સામના/ શિવસેનાએ ભાજપ અને બાગી નેતા પર કર્યા આકરા પ્રહાર,50 કરોડમાં વેચાયા,કેન્દ્રના ઇશારે નાચે છે!

, શિવસેનાના સમાચાર પત્ર સામનામાં એકનાથ સિંદે અને તેમના સાથે જોડાયેલા તમામ બાગી નતેાઓ પર જોરદાર પ્રહાર કર્યા છે.

Top Stories India

મહારાષ્ટ્રમાં હાલ રાજ્કીય સંકટ  વધુ ઘેરૂ બની ગયું છે, શિવસેના તેના બાગી નેતઓ સામે  બેફામ નિવેદન કરી રહી છે, શિવસેનાના સમાચાર પત્ર સામનામાં એકનાથ સિંદે અને તેમના સાથે જોડાયેલા તમામ બાગી નતેાઓ પર જોરદાર પ્રહાર કર્યા છે. શિંદે જૂથ અને ભાજપ પર શિવસેનાએ મોટો પ્રહાર કર્યો છે..સામનાના તંત્રીલેખમાં શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયા આપ્યા છે,તે લોકશાહી માટે કલંક છે,કેન્દ્ર સરકારે બળવાખોર ધારાસભ્યોને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી રહી છે… બળવાખોર ધારાસભ્યોને પણ નાચવાવાળા પણ કહેવામાં આવ્યા છે.

political crisis / સરકાર પડી ભાંગે તો મહારાષ્ટ્રમાં ભાજપ પાસે છે આ 5 વિકલ્પો,જાણો કાયદાથી લઇને રાજકીય સમીકરણ સુધી

મહારાષ્ટ્રમાં રાજકીય વાવાઝોડાએ રાજકારણના ગલિયારામાં હલચલ મચાવી દીધી છે અને આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો છે. જ્યારથી આ રમતમાં ભાજપમાં પ્રવેશ થયો ત્યારથી ઉદ્ધવની શિવસેના નારાજ છે. ફરી એકવાર શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સામનામાં શિવસેનાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, બળવાખોર ધારાસભ્યોને રૂપિયામાં વેચાતા બળદ પણ કહેવામાં આવ્યા છે.

સામનામાં શિવસેનાએ કહ્યું છે કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર નેતા એકનાથ શિંદેની ગુપ્ત બેઠક વડોદરામાં થઈ હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ હતા. આ બેઠક બાદ તરત જ કેન્દ્ર સરકારે બળવાખોર ધારાસભ્યોને Y+ સુરક્ષા પૂરી પાડી હતી. સામનામાં લખવામાં આવ્યું હતું કે કેન્દ્રને લાગે છે કે આ ધારાસભ્યોનો મતલબ એવો છે કે તેઓ લોકશાહી, સ્વતંત્રતાના રક્ષક છે, તેથી તેઓ તેમના વાળને નુકસાન થવા દેશે નહીં. વાસ્તવમાં આ લોકો બળદ છે કે 50-50 કરોડમાં વેચાતા ‘બિગ બુલ્સ’ છે.કેન્દ્રની નચાવે છે તેમ બાગી નેતાઓ નાચે છે.

G-7 સમિટ / PM મોદીએ જર્મનીમાં ઇમરજન્સીનો કર્યો ઉલ્લેખ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને પણ મળ્યા