દ્વારકા / ગોવાને ટક્કર મારે એવો શિવરાજપુરનો બીચ બનશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે.

સમગ્ર વિશ્વમાં શિવરાજપુર બીચની ચર્ચાઓ થશે

શિવરાજપુર બીચ પર સંપૂર્ણ દારૂબંધી રહેશે

 દ્વારકાના શિવરાજપુર બીચ: ગુજરાત રાજ્યને ૧૬૦૦ કિમી જેટલો લાંબો દરિયા કિનારો કુદરતે આપ્યો છે. પરંતુ છતાય બીચ કે પ્રવાસન ને હાલ સુધી જોઈએ એટલો વેગ મળ્યો નથી. ગુજરાતીઓ પણ બીચની મજા માણવા દીવ કે ગોવા જતા હોય છે. ત્યારે ગુજરાતના દ્વારકા જીલ્લામાં શિવરાજપુર બીચને ડેવલોપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુરનો બીચ બનાવવામાં આવશે. સમગ્ર વિશ્વમાં આ બીચની ચર્ચાઓ થશે. જો કે આ બીચ પર સંપૂર્ણ પણે દારૂબંધી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્‍લાના શિવરાજપુરના ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. ફેઝ-2 માં શિવરાજપુર બીચનું 80 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. કુલ 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બીચ બનાવવામાં આવશે.

કુબેરનો ખજાનો / પેટ્રોલ-ડીઝલમાં કરોડોની કમાણી, ગયા વર્ષ કરતાં આ વર્ષે 88% વધુ આવક

વાઈરલ ફોટો / વરસાદથી બચવા આ બાળક ભાગવાનની પ્રતિમાને ઓઢાડી રહ્યો છે છત્રી -આને કહેવાય નિર્દોષ ભક્તિ 

શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાઈવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું 20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે.

બ્લૂ ફ્લેગ શું છે. ?

બ્લુ ફ્લેગ એટલે દુનિયાના સૌથી સ્વચ્છ બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નાહવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment