દુર્ઘટના/ ઘોઘંબામાં સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, 15થી વધુ ઘાયલ

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. અને ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસનો 5 કિ.મી.નો રસ્તો બંધ કરવામાં આવ્યો છે

Top Stories Gujarat Others Trending
  • પંચમહાલના ઘોઘંબામાં કંપનીમાં ભીષણ આગ
  • પંચમહાલના ઘોઘંબામાં કંપનીમાં આગનો મામલો
  • આગ પર મહંદઅંશે કાબુ મેળવી લેવાયો
  • કલેક્ટરે ઘટનાસ્થળની લીધી મુલાકાત
  • ભીષણ આગમાં 2 કામદારોનુ થયા મોત
  • 15થી કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ
  • કંપનીમાં ગેસ લીકેજ નથી થયો:કલેક્ટર
  • કલેક્ટરે બચાવ કામગીરી માટે સૂચન કર્યા

ગુજરાત જિલ્લાના પંચમહાલના ઘોઘંબામાં આવેલ એક કંપનીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘોઘંબાના રણજીતગરની સોલવન્ટ પ્લાન્ટ GFL કંપનીમાં મોટો  બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ બાદ આગ ભડકી ઉઠી હતી. જેમાં  બ્લાસ્ટથી ત્રણથી વધુ કામદાર દાઝ્યા હોવાનું જાણવા મી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. સોલવન્ટ ને કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસનો 5 કિ.મી.નો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ કરવામાં આવી હત્યા છે. બ્લાસ્ટ ના કારણે  આજુબાજુના 10 ગામોમાં ભયનો માહોલ વ્યાપી ગયો. આગમાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ગૌણ સેવા ભરતી / પેપર લીક મુદ્દે તપાસનો ધમધમાટ, પોલીસે અત્યાર સુધીમાં 16ની કરી અટકાયત

દુ:ખદ / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ આજે બપોરે ભોપાલ આવશે, આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

હવામાન વિભાગ / રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી