Bollywood/ સલમાન ખાન સાથેના લગ્નના ફોટો પર સોનાક્ષી સિન્હાની પ્રતિક્રિયા, અભિનેત્રીએ કહી આ વાત

સોનાક્ષી સિન્હાએ આ ફોટાને ફેક ગણાવતા તે લોકો પર કટાક્ષ કર્યો છે જે તેને સાચો માનતા હતા. આ ફોટોના જવાબમાં સોનાક્ષીએ કહ્યું- શું તમે એટલા મૂર્ખ છો કે તમે રિયલ અને મોફર્ડ કરેલા ફોટો વચ્ચે તફાવત નથી કરી શકતા.

Entertainment
સલમાન ખાન

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના સિક્રેટ વેડિંગ સાથે સંબંધિત એક ફોટો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. જોકે, બાદમાં જાણવા મળ્યું કે આ ફોટો મોફર્ડ કરવામાં આવ્યો હતો અને તેને ફોટોશોપથી એડિટ કરવામાં આવ્યો હતો. વાયરલ થતાં-થતાં જ્યારે આ તસવીર સોનાક્ષી સિન્હા સુધી પહોંચી તો હવે   એક્ટ્રેસની પ્રતિક્રિયા પણ આવી છે. સોનાક્ષી સિન્હાએ ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરતા પોતાની વાત કહી છે.

સોનાક્ષી સિન્હાએ આ ફોટાને ફેક ગણાવતા તે લોકો પર કટાક્ષ કર્યો છે જે તેને સાચો માનતા હતા. આ ફોટોના જવાબમાં સોનાક્ષીએ કહ્યું- શું તમે એટલા મૂર્ખ છો કે તમે રિયલ અને મોફર્ડ કરેલા ફોટો વચ્ચે તફાવત નથી કરી શકતા. આ સાથે તેણે હસવાનું ઇમોજી પણ મૂક્યું. આપને જણાવી દઈએ કે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ નકલી તસવીરને શરમજનક અને ફની ગણાવી હતી. એક યુઝરે કહ્યું- તેને ધ્યાન જોઈતું હતું અને સોનાક્ષીએ તેને તે જ આપ્યું.

જણાવી દઈએ કે વાયરલ થયેલા ફોટોમાં સલમાન ખાન સોનાક્ષીની આંગળીમાં વીંટી પહેરાવતો જોવા મળી રહ્યો છે. સલમાન ખાન સફેદ શર્ટ ઉપર બેજ  રંગનું જેકેટ પહેરેલ જોવા મળે છે, જ્યારે સોનાક્ષી ભારે ઘરેણાં સાથે માંગમાં સિંદૂર સાથે લાલ સાડીમાં દુલ્હનની જેમ જોવા મળે છે. જો કે, જો તમે ખૂબ ધ્યાનથી જોશો, તો સ્પષ્ટ છે કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે સલમાન ખાન થોડા દિવસો પહેલા જ Da Bangg ટૂર માટે દુબઈ ગયો હતો અને હાલમાં જ મુંબઈ પાછો ફર્યો છે.

સોનાક્ષી સિન્હાનું નામ આ એક્ટર સાથે જોડાઈ રહ્યું છે.

શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા એક વખત સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સચદેવાને ડેટ કરતી હતી. જોકે, હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા સોનાક્ષી સિન્હાએ એક્ટર ઝહીર ઈકબાલ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેને જોઈને લોકો વિચારવા લાગ્યા હતા કે સોનાક્ષી તેને ડેટ કરી રહી છે. જણાવી દઈએ કે ઝહીર ઈકબાલની ડેબ્યુ ફિલ્મ નોટબુકના સમયથી જ એવા સમાચાર આવી રહ્યા છે કે સોનાક્ષીસિન્હા તેની સાથે રિલેશનશિપમાં છે.

આ પણ વાંચો :સલમાન ખાને ખુદ પોતાના લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- થઈ ગયા છે…જુઓ વીડિયો

આ પણ વાંચો :ફરી મહેન્દ્ર બાહુબલી બનશે પ્રભાસ, બાહુબલી 3ને લઈને SS રાજામૌલીએ શરૂ કરી તૈયારીઓ!

આ પણ વાંચો :ચાર કરોડની વેનિટી વેનમાં તૈયાર થાય છે શાહરૂખ ખાન, જે કોઈ મહેલથી ઓછી નથી