Not Set/ આ ગામમાં બનાવવામાં આવે છે રાવણના પૂતળા..જાણો..

‘રાવણ ગામ’ ને વસાવવામાં માત્ર એક જ વ્યક્તિનો ફાળો છે, જેને રાવણવાળા બાબા તરીકે ઓળખવામાં આવે છે. ગામના લોકોએ આ રાવણવાળા પાસેથી રાવણ બનાવવાની કળા શીખી છે

India Trending

આજે દશેરા દાયકાઓથી આપણે દશેરની ઉજવણી રાવણના પૂતળાને સળગાવીને કરીએ છીએ. બુરાઇ પર સારાઇની જીત એટલે દશેરા. રાવણ,મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાઓ દશેરાના દિવસે સળગાવવામાં આવે છે. પરંતુ આ પૂતાળાની બનાવટ કેવી રીતે કરવામાં આવતી હશે.. ? કોણ બનાવતા હશે દશાનંદનું પૂતળું..? જેવા અનેક સવાલોના જવાબ આપણા માટે પ્રશ્નનાર્થ બની રહે છે. કારણ કે નાના ગામડાઓમાં તો બે લાકડીઓ, માટલાનો ચહેરો અને તેના પર રંગથી નાક, કાન, મોં દોરી દેવામાં આવે છે અને પછી તેનું દહન કરવામાં આવે છે. પરંતુ દેશમાં રાવણ દહનના કાર્યક્રમોનું લીસ્ટ ઘણું લાંબુ છે અને ત્યાં આવતા પુતળા રાવણ તુમારપુરમાંથી આવે છે. દિલ્હી નજીકના તુમારપુરના લોકો દર વર્ષે ગુજરાત અને આખા ભારતમાં રાવણ બનાવે છે. નદી કિનારે વસેલાગામનું નામ ‘રાવણ ગામ’ છે. આ ગામને વસાવવામાં માત્ર એક જ વ્યક્તિનો ફાળો છે, જેને રાવણવાળા બાબા તરીકે ઓળખે છે. ગામના લોકોએ આ રાવણવાળા પાસેથી રાવણ બનાવવાની કળા શીખી છે. શરૂઆતમાં માત્ર શોખના કારણે બધા રાવણ બનાવવાની કલા શીખ્યા, પરંતુ સમયની સાથે આ શોખ આજીવિકાનું સાધન બની ગયું.

આરીતે બનાવવામાં આવે છે રાવણ

દશેરાના તહેવાર માટે પૂતળાની તૈયારી ઓગસ્ટ માસથી શરૂ થઈ જાય છે. વાંસમાંથી છોલીને તેની પાતળી ચીપ્સ એટલે કે પટ્ટીઓ બનાવવામાં આવે છે. અને પછી તેને લોખંડના તાર વડે બાંધીને ગોળાકાર કરીને ધડનો આકાર તૈયાર કરવામાં આવે છે. ધડબનાવ્યા પછી મોઢાનો ભાગ એટલે કે, નાક, કાન, આંખ, તૈયાર થાય છે. રાવણના પૂતળામાં ખાસ આકર્ષણ મૂંછો હોય છે માટે તેને જુદી રીતે આકર્ષીત બનવા છે. લાકડાની ચીપ્સથી શરીરનાં હાડકાંની જેમ ઢાંચો બનાવ્યા પછી પૂતળાના જુદા-જુદા અંગ બનાવી તેના પર ભડકાઉ કલર વાળી સાડીને સારી રીતે ચોંટાડાય છે. ત્યારબાદ તેના પર કાગળ લગાવીને કલર કરવામાં આવે છે. ૪૦થી ૬૦ ફૂટ વિશાળ કદવાળુ એક પૂતળુ અંદાજિત 12 રૂપિયાથી લઇને 3000 હજાર સુધીના બને છે.

પૂતળામાં નવો ટ્રેન્ડ..

પૂતળામાં પણ હવે વિશેષ્ટતા જોવા મળે છે. જેમ કે  રિમોટ કંટ્રોલથી હલન-ચલન કરી શકે તેવા અને બોલતા, હસતા અને ચારેબાજુ આંખો ફેરવતા રાવણના પૂતળાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. આવા રાવણની કિંમત થોડી વધારે હોય છે. રાવાણ ગામના કારીગરના કહ્યાં પ્રમાણે રાવણનું પૂતળૂ બાનાવવાનું અને તેને દહન માટે તૈયાર કરવાનો ચાર્જ જુદો હોય છે. જેમ કે રાવણના પૂતળાને ખુલ્લા મેદાનમાં ગોઠવી, તેનાં વિવિધ અંગો જોડીને તેને તાર બાંધીને ઊભો રાખવો અને તેમાં ફટાકડા ભરવામાં આવે છે. તેનો ફિટિંગનો ચાર્જ 700થી 100 રૂપિયા જેટલો થાય છે. જેવા ગ્રાહક હોય તે રીતે ફિટિંગ ચાર્જ મળી રહે છે.