ઓફિસનાં કામથી લોકો ઘણીવાર ટેન્શનમાં જોવા મળતા હોય છે. ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે, શું ઓફિસનો સમય પૂરો થયા પછી પણ તમારા બોસ તમને કામનાં સંબંધમાં કોલ, મેસેજ કે ઈ-મેઈલ કરે છે? શું ઓફિસનાં કોલ, મેસેજ અને ઈ-મેઈલ તમારા અંગત જીવનમાં ખલેલ પહોંચાડે છે? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સમાચાર વાંચ્યા પછી, તમારા બોસ તમને તમારા ઓફિસ સમય પછી અથવા તેના પહેલા ફોન કરશે નહીં.

આ પણ વાંચો – Interesting / દુનિયાનો એક એવો દેશ જ્યા લોકો બાળકોને ઘરમાં પહેરાવે છે હેલ્મેટ
આપને જણાવી દઇએ કે, ઓફિસમાંથી કામ પૂર્ણ થાય અને તમે ઘરે પહોંચો છો તો શું તમારા બોસનો ફોન આવે છે? જો હા તો ત્યારે ગુસ્સો અને ટેન્શન બન્ને તમને આવે તે સ્વાભાવિક છે. ગુસ્સો એટલા માટે કે જ્યારે તે આટલો સમય ઓફિસમાં હતો ત્યારે બોસને કામ યાદ ન આવ્યું અને હવે તે વધુ ટેન્શન આપશે અથવા કહેશે કે આ બાબતમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ. પરંતુ હવે આવું નહીં થાય, ઓફિસ સમય પછી બોસ દ્વારા કર્મચારીને કોલ કે મેસેજ કરવો હવે ગેરકાયદેસર ગણાશે. પોર્ટુગલમાં આ માટે કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, જે બોસ તેના કર્મચારીઓને ઑફિસ સમયની શરૂઆત પહેલા અથવા પછી કામ માટે કૉલ/મેસેજ અથવા ઇમેઇલ કરે છે તો તેને સજા કરવામાં આવશે. ‘ડેઇલી મેઇલ’નાં અહેવાલ મુજબ, પોર્ટુગલની સંસદમાં પસાર કરાયેલા નવા નિયમો હેઠળ, જો કંપનીઓ ઓફિસ સમય પછી અને સપ્તાહનાં અંતે તેમના કર્મચારીઓને ફોન અથવા ઇમેઇલ કરે છે, તો તેમને આ માટે સજા કરવામાં આવશે. કોરોના વાયરસનાં કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં વધારો થયા બાદ દેશની સત્તાધારી પાર્ટી દ્વારા આ નવો શ્રમ કાયદો લાવવામાં આવ્યો છે. સરકારનાં આ નવા કાયદા હેઠળ, કંપનીઓએ પણ ઘરેથી કામ દરમિયાન વીજળી અને ઇન્ટરનેટ બિલ વગેરે ચૂકવવા પડશે. જો કર્મચારીનું બાળક નાનું હોય, તો તે 8 વર્ષની ઉંમર સુધી ઘરેથી કામ કરી શકે છે. જો કે, પોર્ટુગલનાં શ્રમ કાયદામાં આ સુધારો 10 થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓને લાગુ પડશે નહીં.

આ પણ વાંચો – OMG! / ભારતનાં આ વિસ્તારમાં દિવાળી બાદ લોકો છાણથી રમે છે હોળી, Video
પોર્ટુગલનાં શ્રમ અને સામાજિક સુરક્ષા મંત્રી એના મેન્ડેસ ગોડિન્હોએ આ નવા કાયદા પર કહ્યું કે, કોરોના કાળમાં ઘરેથી કામ કરવું એ નવી વાસ્તવિકતા બની ગઈ છે, તેથી જ રિમોટ વર્કિંગને વધુ સરળ બનાવવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે. એના મેન્ડેસ ગોડિન્હોએ કહ્યું કે, આવા કાયદા ઘણા યુરોપિયન દેશોમાં અસ્તિત્વ ધરાવે છે, જેમ કે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્લોવાકિયા વગેરે. પોર્ટુગીઝ સરકાર ઇચ્છે છે કે તેના નાગરિકો સ્વસ્થ અને ફિટ રહે, તેથી આ નવો કાયદો લાવવામાં આવ્યો છે જેથી કર્મચારીઓ પર વધુ દબાણ ન આવે.
