Mummy/ ઇજિપ્તમાં ખોદકામ દરમિયાન મળી આવી સબપેટી, અંદરથી નિકળ્યો અજીબ વિશેષતાવાળો ‘રસ’

ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાં પુરાતત્ત્વીય વિભાગને બે વર્ષ પહેલાં 2000 વર્ષ જુનું શબપત્ર મળી આવ્યું હતું, જેમાં એક વિશેષ પ્રકારનો ‘રસ’ જોવા મળ્યો હતો. આ સમાચાર ફેલાતાં જ લોકોએ આ સરને પીવાની

Ajab Gajab News

ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાં પુરાતત્ત્વીય વિભાગને બે વર્ષ પહેલાં 2000 વર્ષ જુનું શબપત્ર મળી આવ્યું હતું, જેમાં એક વિશેષ પ્રકારનો ‘રસ’ જોવા મળ્યો હતો. આ સમાચાર ફેલાતાં જ લોકોએ આ સરને પીવાની ઇચ્છા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે આ કબર ખોદકામ દરમિયાન ત્યાં મળી આવી હતી જ્યાં આ શબપેટી દફનાવવામાં આવી હતી.

ચાલો આપને જણાવીએ કે ખોદકામ  દરમિયાન ત્રણ હાડપિંજર મળી આવ્યા હતા. આ સાથે જ લાલ-ભુરુ કલરનું પાણી જેવુ પ્રવાહી પણ મળી આવ્યું . જેનાથી હાડપિંજરમાથી આવતી ગંધને દૂર કરી શકાય છે.

ઇજિપ્તની ન્યૂઝ આઉટલેટ અલ-વટન મુજબ, પુરાતત્ત્વવિદોએ શરૂઆતમાં કબર(સમાધિ)ના કફનને ફક્ત 5 સે.મી. (2 ઇંચ) સુધી વધારી હતી. ત્યારે તેની તીખી ગંધ આવવા લાગી. બાદમાં તેણે ઇજિપ્તની લશ્કરી ઇજનેરોની મદદથી ખોલ્યું. સુપ્રીમ કાઉન્સિલ એન્ટીક સેક્રેટરી જનરલ મુસ્તફા વઝિરીએ કહ્યું, “અમને શબપેટીમાં ત્રણ લોકોની હાડકા મળી આવ્યા છે. તેઓને પારિવારિક રીતે દફનાવવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે અંદરની મમી સારી નહોતી અને માત્ર હાડકાં બાકી હતા.”

વઝિરીએ કહ્યું હતું કે “અમે તેને ખોલ્યું છે કે,  હું અહીં તમારી સામે ઉભો છું. હું ઠીક છું.” ઇજિપ્તની સરકારી અખબાર અલ-આહરામ કહે છે કે કબરમાંથી મળેલ હાડપિંજરો હવે સાફ થઈ ગયા હોવા છતા લોકોમાં ડર છે. લોકો માની રહ્યા છે કે, કબરનાં આ હાડપિંજરોમાંથી હજુ પણ જ્વલંતશીલ ગેસ નીકળી શકે છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…