Ajab Gajab News: તાજેતરમાં જ એક યુએફઓ (UFO) નિષ્ણાતે મનુષ્ય વિશે મોટો દાવો કર્યો છે. માર્ક ક્રિસ્ટોફર લીએ કહ્યું છે કે માનવીએ પહેલાથી જ એલિયન(Alien)ની શોધ કરી છે. કારણ કે આપણે પોતે એલિયન છીએ. તેઓ માને છે કે એક પ્રાચીન એલિયન જાતિએ મનુષ્યનું સર્જન કર્યું હતું, જેના કારણે આપણે કુદરતી વિશ્વના અન્ય જીવોથી સંપૂર્ણપણે અલગ છીએ. માર્કે કહ્યું કે, બાહ્ય અવકાશના જીવોએ પૃથ્વી પર જોવા મળતા જીવો સાથે છેડછાડ કરી અને આપણું આનુવંશિક બંધારણ બદલી નાખ્યું, જેના કારણે આપણી પ્રજાતિઓ એટલી અલગ અને વિકસિત થઈ ગઈ.

તેમણે ‘પ્રાચીન એલિયન્સની થિયરી’ પર ચર્ચા કરી, જે મુજબ મનુષ્યના ડીએનએ (DNA) સાથે ચેડાં કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘આપણે બાકીના કુદરતી વિશ્વથી ખૂબ જ અલગ છીએ અને અમુક રીતે આ ખરાબ છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગ્રહને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આપણી અંદર કંઈક અનોખું છે અને કદાચ કોઈએ તે આપણામાં ખાસ ઠસાવવામાં આવ્યું છે. ક્રિસ્ટોફર લીએ કહ્યું કે આ સિદ્ધાંતને કેટલાક વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા પણ સમર્થન મળે છે, જેમ કે આપણા ડીએનએના ગુમ થયેલા ભાગો.
માર્કે એ પણ જણાવ્યું કે ડીએનએ(DNA)ની શોધ કરનાર સ્વર્ગસ્થ બ્રિટિશ મોલેક્યુલર બાયોલોજીસ્ટ ડૉ. ફ્રાન્સિસ ક્રિક ‘પેન્સર્મિયા’ની થિયરીમાં માનતા હતા. આ સિદ્ધાંત કહે છે કે પૃથ્વી પર જીવન બીજા ગ્રહના બુદ્ધિશાળી માણસો દ્વારા ફેલાયું છે. તેમણે બાઇબલ અને ઇજિપ્તીયન હાયરોગ્લિફ્સ જેવા પ્રાચીન ગ્રંથોના ઉદાહરણો પણ આપ્યા હતા, જેમાં મનુષ્યોને પ્રભાવિત કરનાર આકાશમાંથી આવતા જીવોનો ઉલ્લેખ છે. માર્કે કહ્યું કે તે જાણીજોઈને થયું કે આકસ્મિક રીતે થયું પરંતુ આપણે પોતે એલિયન હોઈ શકીએ છીએ.

તેમણે કહ્યું, ‘યુએફઓ અને યુફોલોજીનો મોટો ભાગ માન્યતા અને અનુમાન પર આધારિત છે. વિજ્ઞાન આપણને અમુક અંશે જવાબો આપી શકે છે પણ બાકીનો આધાર વિશ્વાસ પર છે. મેં જે વાંચ્યું અને જોયું તેના આધારે, મને લાગે છે કે કોઈએ આપણને બનાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ પ્રાચીન સંસ્કૃતિઓ ‘આકાશી દેવતાઓ’નો ઉલ્લેખ કરે છે અને કહે છે કે જીવન તારાઓમાંથી આવ્યું છે.
આ પણ વાંચો:પૃથ્વી પર આવી ગયા છે એલિયન્સ, કદાચ મનુષ્યો કરતાં ઘણા આગળ હશે; ઈસરોના વડાએ કર્યો ખુલાસો
આ પણ વાંચો:નાસાનો દાવોઃ ગુરુના યુરોપા ચંદ્ર પર એલિયન્સની હાજરી હોઈ શકે
