એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની 8 મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ મિલકતોમાં ગોવાના કમ્પાઉન્ડ, કુર્લા પશ્ચિમમાં કોમર્શિયલ યુનિટ, ઉસ્માનાબાદમાં 59.81 એકર ખેતીની જમીન, કુર્લા પશ્ચિમમાં ત્રણ ફ્લેટ અને બાંદ્રા પશ્ચિમમાં બે ફ્લેટનો સમાવેશ થાય છે. EDએ મલિક વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
62 વર્ષીય મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકરને સંડોવતા કલંકિત જમીન સોદામાંથી ઉદ્ભવતા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સતત કસ્ટડીમાં રહેતા મલિકે ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટમાં EDના કેસને રદ કરવા માટે અરજી કરી હતી. પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
આ પછી PMLAની વિશેષ અદાલતે 4 એપ્રિલે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી હતી. નવાબ મલિક હવે 18 એપ્રિલ સુધી જેલમાં રહેશે. જો કે, કોર્ટે ઘરના ભોજન અને દવાઓ માટે પરવાનગી આપી છે. અગાઉ, ન્યાયિક કસ્ટડી દરમિયાન તેમને બેડ, ગાદલું અને ખુરશી પ્રદાન કરવાની તેમની અરજી સ્વીકારવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. નવાબ મલિકના વકીલ કપિલ સિબ્બલે પીએમએલએ એક્ટને ટાંકીને સમગ્ર મામલાની વહેલી સુનાવણીની માંગ કરી છે. તેમણે કહ્યું કે પીએમએલએ એક્ટ 2005માં અમલમાં આવ્યો હતો. ED આ કાયદા હેઠળ જે વ્યવહારો માટે કાર્યવાહી કરી રહી છે તે 2000 કે તેથી પહેલાના છે. ચીફ જસ્ટિસે આ મામલે વહેલી સુનાવણીની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, મોંઘવારી આંતરરાષ્ટ્રીય સમસ્યા છે, ખાદ્યતેલની કિંમત વધી છે પરંતુ…
આ પણ વાંચો: FIR નોંધ્યા બાદ દિગ્વિજય સિંહે કહ્યું, BJP મારા વિરુદ્ધ એજન્ડા ચલાવી રહી છે, મને કોઈ ફરક નથી
